તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રહસ્યમય મોત:વડોદરા નજીક કોયલી ગામમાં ગુમ થયેલા યુવાનનો મૃતદેહ 100 ફૂટ ઊંડા કૂવામાંથી મળ્યો, ફાયર બ્રિગેડે રેસ્ક્યૂ કરીને લાશ બહાર કાઢી

વડોદરા24 દિવસ પહેલા
વડોદરા ફાયર બ્રિગેડની ટીમે 100 ફૂટ ઊંડા કૂવામાંથી મૃતદેહને રેસ્ક્યૂ કરીને બહાર કાઢ્યો હતો
 • યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો, પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મૃત્યુનું કારણ બહાર આવશે

શહેર નજીક કોયલી ગામમાં રહેતો 25 વર્ષનો કલ્પેશ વસાવા સોમવારે ગુમ થયો હતો. પરિવારજનોએ ગુમ થયેલા કલ્પેશ વસાવાની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન ગામના વ્યાસપીઠ ભાગોળે આવેલા 100 ફૂટ ઊંડા કૂવામાં કલ્પેશ પડી ગયો હોવાની માહિતી મળતાં વડોદરા ફાયરબ્રિગેડની 2 ટીમ અને જવાહરનગર પોલીસ દોડી ગઈ હતી. ફાયરબ્રિગેડના જવાનોએ રસ્સાની મદદથી નીચે ઊતરી એક કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો હતો. પોલીસે મૃતદેહને સયાજીમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો. ફાયરબ્રિગેડના જણાવ્યા અનુસાર મૃતક યુવક કલ્પેશ વસાવા માનસિક રીતે અસ્થિર હતો. જોકે તેને આપઘાત કર્યો છે કે તે આકસ્મિક રીતે પડી ગયો છે તે દિશામાં જવાહરનગર પોલીસે તપાસ હાથ ધરી છે.

ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યૂ કરીને લાશ બહાર કાઢી
વડોદરા નજીક કોયલી ગામમાં રહેતા 21 વર્ષીય કલ્પેશ કાલિદાસ વસાવા સોમવારે મોડી રાતે ગુમ થયો હતો. પરિવારજનો દ્વારા શોધ ખોળ કરવામાં આવી હતી, પરંતુ, અલ્પેશનો પત્તો મળ્યો ન હતો. દરમિયાન આજે સવારે કલ્પેશનો મૃતદેહ ગામના કૂવામાં તરતો હોવાનું કોઈને જાણ થતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી અને ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યૂ કરીને યુવાનના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢ્યો હતો.

મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઇ ગયા હતા
મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઇ ગયા હતા

પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મૃત્યુનું કારણ બહાર આવશે
કલ્પેશ વસાવાએ આપઘાત કરી લીધો છે કે, રહસ્યમય રીતે પડી ગયો હતો. જે અંગેની તપાસ માટે પોલીસે લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ કલ્પેશનું મોત કેવી રીતે થયું છે, તે બહાર આવશે. કોયલી ગામના કૂવામાંથી રહસ્યમય રીતે 21 વર્ષીય યુવાનનો મૃતદેહ મળી આવતાં ગામમાં ચકચાર મચી ગઇ હતી.

ફાયર બ્રિગેડે રેસ્ક્યૂ કરીને લાશ બહાર કાઢી હતી
ફાયર બ્રિગેડે રેસ્ક્યૂ કરીને લાશ બહાર કાઢી હતી

મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઇ ગયા
ફાયર બ્રિગેડ જ્યારે કામગીરી કરી રહ્યું હતું, ત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનો કામગીરી જોવા માટે એકઠા થઇ ગયા હતા. કલ્પેશના રહસ્યમય મોત અંગે ગામમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું. જવાહરનગર પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો
યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો