તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મગરો અસુરક્ષિત:વડોદરાની વિશ્વામિત્રી નદીમાંથી 10 ફૂટના મહાકાય મગરનો મૃતદેહ મળ્યો, છેલ્લા 2 મહિનામાં 4 મગરના મોત થયા

વડોદરાએક મહિનો પહેલા
વિશ્વામિત્રી નદીમાં મગરનું મોત નિપજતા મહાકાય મગરના મૃતદેહને વનવિભાગના અધિકારીઓ દ્વારા ભારે જહેમત ઉઠાવી પડી હતી
  • મગરોના મોત અંગ તપાસ કરવા જીવદયા પ્રેમીઓએ માંગ કરી

વિશ્વામિત્રી નદીમાં છેલ્લા કેટલાય સમયથી મગરોના મોત થઈ રહ્યા છે. છેલ્લા 2 મહિનામાં ચાર મગરનોના મોત નિપજ્યા છે. જોકે મોત પાછળના કારણ હજી સુધી સામે આવ્યા નથી. આજે વિશ્વામિત્રી નદીમાં વધુ એક મગરનું મોત નિપજતા મહાકાય મગરના મૃતદેહને વનવિભાગના અધિકારીઓ દ્વારા ભારે જહેમત ઉઠાવી પડી હતી.

મગરના મૃતદેહને બહાર કાઢવામાં ભારે મુશ્કેલી પડી
વડોદરાના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આજે 10 ફુટના મહાકાય મગરનો મૃતદેહ નદીમાં વહેતો જોવા મળ્યો હતો. જેની જાણ થતાં જ વન વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં તેમને દોરી તેમજ અન્ય સાધનોની મદદથી મગરના મૃતદેહને નદીના કિનારા સુધી લાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ મૃતદેહને નદીમાંથી બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઇ હતી. આ મગરના મૃતદેહને બહાર કાઢવામાં વન વિભાગના અધિકારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

10 ફુટના મહાકાય મગરનો મૃતદેહ નદીમાં વહેતો જોવા મળ્યો હતો
10 ફુટના મહાકાય મગરનો મૃતદેહ નદીમાં વહેતો જોવા મળ્યો હતો

વિશ્વામિત્રીની સાફસફાઈ ન થતી હોવાથી મગરોના મોત થઈ રહ્યા છે
આ મગરનું કદ અને વજન ખૂબ જ વધારે હતું. જેના કારણે તેના મૃતદેહને બહાર કાઢવા માટે વનવિભાગના અધિકારીઓને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. જોકે આ રીતે મગરોના મોત થવાના કારણે તંત્ર સામે પણ પ્રશ્નો ઉભા થાય છે. આ અંગે પર્યાવરણવાદીઓનું કહેવું છે કે, વિશ્વામિત્રી નદીની યોગ્ય સાફસફાઈ ન થઈ હોવાના કારણે મગરોના મોત થઈ રહ્યા છે. તેમની માંગ છે કે આ અંગે જવાબદાર તંત્ર દ્વારા વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે. વડોદરાની ઓળખ સમાન વિશ્વામિત્રીના મગરોના મૃત્યુંના કારણે લોકોમાં ચિંતા વધી છે.

મગરોના મૃતદેહો કમાટીબાગ તરફના ભાગમાંથી મળી આવ્યા છે
નોંધનીય બાબત છે કે, છેલ્લા 2 મહિનામાં મૃત્યુ પામેલા તમામ મગરોના મૃતદેહો નદીના કમાટીબાગ તરફના ભાગમાંથી મળી આવ્યા છે. જ્યારથી વિશ્વામિત્રી નદીમાં ગંદકીના કારણે સમસ્યાઓ સર્જાઈ છે. ત્યાર બાદ આ પ્રકારે મગરના મોતનો સિલસિલો ચાલતો આવ્યો છે. જોકે, કયા કારણોસર આ મગરોનું મોત થા રહ્યા છે તે ખૂબ જ મોટો પ્રશ્ન છે. પર્યાવરણ વાદીઓ છેલ્લા ઘણા સમયથી વિશ્વામિત્રીની નદી અને તેમાં રહેલા જળચરો માટે આંદોલનો ચલાવી રહ્યાં છે, પરંતુ, તંત્રની નિષ્ક્રીયતાના કારણે મગરોના મોતનો સિલસિલો યથાવત રહ્યો છે.

મગરોના મોત અંગ તપાસ કરવા જીવદયા પ્રેમીઓએ માંગ કરી
મગરોના મોત અંગ તપાસ કરવા જીવદયા પ્રેમીઓએ માંગ કરી

મગરના મૃતદેહની ચકાસણી કરવા ગાંધીનગર FSLમાં મોકલવા માંગ
જીવદયા પ્રેમી વિશાલ ઠાકુરે જણાવ્યું હતું કે, હાલ મગરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. મગર નર હતો. આ જગ્યાએથી આ ચોથો મગર મળી આવ્યો છે. આ એરીયાના પાણીની ખાસ કરીને તપાસ કરવી જોઇએ. મગરના મૃતદેહની વધુ ચકાસણી કરવા માટે ગાંધીનગર FSLમાં મોકલવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...