તપાસ:કોર્ટના કર્મીને ધમકી આપનાર બોડિયાને નડિયાદથી લવાશે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એવું ના સમજતો કે હું કોર્ટમાં પાછો આવવાનો નથી, તેવી ધમકી આપી હતી

ગુજસીટોકના ગુનામાં નડિયાદ જેલમાં બંધ અસલમ બોડીયાએ વીડિયો કોન્ફરન્સિંગથી મુદત વખતે કોર્ટના સ્ટાફને અવારનવાર ધમકી આપતા ગોત્રી પોલીસ મથકમાં નામચીન અસલમ બોડિયા વિરૂધ્ધ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગુનો નોંધી તેને નડીયાદ જેલમાંતી તપાસ માટે લાવવાની તજવીજ શરૂ કરી હતી. વડોદરા શહેરમાં હત્યાની કોશિશ ખંડણી અને અપહરણ સહિતની 62 થી વધુ જેટલા ગુનાઓમાં સંડોવાયેલ બિચ્છુ ગેંગના અસલમ ઉર્ફે બોડિયા શેખ સામે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ હેઠળ ગુનો નોંધા બાદ ક્રાઇમ બ્રાન્ચે તેને બોડેલીના છુછાપુરાથી ઝડપી લીધો હતો.

ત્યાર બાદ હાલમાં તે નડિયાદ જેલમાં બંધ છે. દરમિયાન મે મહિનાની 20મી તારીખે બપોરે અસલમ ઉર્ફે બોડીયાને વીસીમાં હાજર રખાતા ફોજદારી શાખાના સ્ટાફને અસલમે કહ્યું હતું કે મારી જેલ ટ્રાન્સફરની અરજીનું શું થયું ? જે અંગે સ્ટાફે જણાવ્યું હતું કે તમારી ટ્રાન્સફરની અરજી નામંજૂર થઈ છે. જેનાથી ઉશ્કેરાઈ અસલમે ‘’તું એવું ના સમજતો કે હું કોર્ટમાં આવવાનો નથી, કોર્ટમાં આવીશ તો તને જોઈ લઈશ. જેના પગલે કોર્ટના સ્ટાફે ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી હાલ નડીયાદ જેલમાં રહેલા અસલમ બોડિયાને ટ્રાન્સફર વોરન્ટથી તપાસમાં વડોદરા લાવવાની તજવીજ શરુ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...