તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:અસલમ બોડિયાએ ઘરના રિનોવેશન માટે 20 લાખની લોન લઈ માત્ર 40 હજાર ભર્યા

વડોદરા22 દિવસ પહેલા
 • કૉપી લિંક
અસલમ બોડિયા - Divya Bhaskar
અસલમ બોડિયા
 • બોમ્બે મર્કન્ટાઇલ કો. ઓ.બેંકના મેનેજરને દસ્તાવેજો સાથે પોલીસે બોલાવ્યા
 • બિચ્છુ ગેંગના અસલમ બોડિયાની ધરપકડ બાદ તેની મિલકતોની થઈ રહેલી તપાસ

ગુજસીટોકના કાયદા હેઠળ પકડાયેલા કુખ્યાત ખંડણીખોર અસલમ બોડિયાની મકાનના રિનોવેશન નામે રૂ. 20 લાખની લોન લીધા બાદ તેના હપ્તા ન ભર્યા હોવાનું તપાસમાં સપાટી પર આવતાં પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

ક્રાઇમ બ્રાન્ચની ટીમે વડોદરા શહેરમાં હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ અને ખંડણી જેવા ગંભીર ગુનાઓ આચરનાર બીચ્છુ ગેંગ સામે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગુજસીટોકના ગુના હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે બીચ્છુ ગેંગના અસલમ બોડીયાને બોડેલીના છૂછાપુરા ખાતેની દરગાહ પરથી ઝડપી પાડી તેના 15 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને સઘન પૂછપરછ હાથ ધરી છે.

પોલીસ દ્વારા અસલમની મિલકત અને તેની બેનામી સંપત્તિ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. અસલમ બોડિયાએ શહેરના નવાપુરામાં તેના મકાનના રિનોવેશન માટે બોમ્બે મર્કન્ટાઇલ કો.ઓ.બેન્કમાંથી રૂ. 20 લાખની લોન લીધી હતી. ત્યારબાદ તેણે આ લોનના હપ્તાના માત્ર રૂ. 40 હજાર જ ભર્યા હતા. પોલીસની તપાસમાં આ બાબત સામે આવતાં જ ક્રાઇમ બ્રાન્ચે બેંકના મેનેજરને લોનના દસ્તાવેજ સાથે બોલાવ્યા છે. જે દસ્તાવેજોના આધારે પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો