ટેકનોલોજી ફેકલ્ટીમાં ફૂટ પ્રિન્ટ ઇવેન્ટની શરૂઆત થઇ હતી. ગેસ્ટ લેકચર માટે આવેલા આંત્રપ્રિનિયોર આમોદ માલવીયા જણાવ્યું હતુ કે વિદ્યાર્થીઓ માટે પહલે કરતા તકો વધી છે. બોર્ડ પરીક્ષા એક ઇવેન્ટ છે ત્યાર પછી લાંબી જીંદગી સફળ થવા માટે રહેલી છે. લેખિકા અમી ગણાત્રાએ જણાવ્યું હતું કે વર્કલોડ મેનેજ કરીને ગ્રેડની પાછળ દોડવાને બદલે સાચા શિક્ષણ પર ધ્યાન કેન્દ્રીત કરવું જરૂરી છે.
યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં ત્રી-દિવસીય ફૂટ પ્રિન્ટ ઇવેન્ટની શરૂઆત થઇ હતી. પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને ગેસ્ટ લેકચર આપવા માટે આવેલા આંત્રપ્રિનિયોર આમોદ માલવીયાએ જણાવ્યું હતું કે, પહેલા કરતાં વિદ્યાર્થીઓ માટે તકો વધી છે. સ્પર્ધા વધી છે સાથે ઇન્ટરનેટના યુગમાં નવું કરવા માટે અનેક તકો બહાર આવી છે.
વિદ્યાર્થીઓ ફોકસ રાખે તો વધારે ક્રીએટીવ થઇ શકે છે. બોર્ડ પરીક્ષાઓને લઇને તેમણે કહ્યું હતું કે એ એક ઇવેન્ટ છે તમારી પાસે લાંબુ જીવન રહેલું છે જીવન પથ પર આગળ વધારે તકો મળતી હોય છે. બોર્ડ પરીક્ષા 5 ટકા છે જયારે 95 ટકા એ વાત પર નિર્ભર કરે છે કે જીંદગીમાં તમે કેવી રીતે આગળ વધો છો અને રીસ્ક લો છો.
પ્રથમ દિવસે રિમોટ કાર રેસિંગ, આર્ચરી, અને બાઇક સ્ટંટ જેવી ઇવેન્ટ યોજાઇ
ફૂટ પ્રિન્ટના પ્રથમ દિવસે વિવિધ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત રિમોટ કાર રેસિંગ, આર્ચરી, વોલ ક્લાઇમ્બિંગ, બાઇક સ્ટંટ જેવી ઇવેન્ટ યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. છેલ્લા 22 વર્ષથી આ ઇવેન્ટનું આયોજન યુનિવર્સિટીની ટેક્નોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.