વર્લ્ડ ડાયાબિટીસ ડેની ઉજવણી:વડોદરામાં 20 માઇક્રોન્સ ફાઉન્ડેશન દ્વારા શાનેન ધ વર્લ્ડ સ્કુલ ગોત્રી ખાતે જુવેનાઇલ બાળકો માટે બ્લડ સુગર ચેકઅપ કેમ્પ યોજાયો

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડાયાબિટીસ સાથે સારું જીવન કેવી રીતે જીવવું, તે ઉદ્દેશ્યથી સંસ્થા દ્વારા બાળકો અને વાલીઓને માહિતગાર કરાયા

20 માઇક્રોન્સ ફાઉન્ડેશન દ્વારા આજે "વર્લ્ડ ડાયાબિટીસ ડે "શનેન ધ વર્લ્ડ સ્કૂલ ગોત્રી ખાતે ડાયાબિટીસથી પીડાતા જુવેનાઇલ બાળકો માટે ડાયાબિટીસ ચેક અપ, બ્લડ સુગર ચેકઅપ સાથે ડાયાબિટીસ સાથે સારું જીવન કેવી રીતે જીવવું તે ઉદ્દેશ્યથી સંસ્થા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

20 માઇક્રોન્સ ડાયાબિટીસ સેન્ટરના ફાઉન્ડર સ્વ. ચંદ્રેશભાઈ પરીખનું હંમેશાથી એક સ્વપ્ન હતું કે, કેવી રીતે સમાજને ડાયાબીટીસની સાથે સવસ્થ અને સારું જીવન જીવતા શીખવાડાય. સ્વ. ચંદ્રેશભાઈ પરીખ દ્વારા 20 માઇક્રોન્સ ડાયાબિટીશ સેન્ટરની શરૂઆત 14-11-2008માં કરવામાં આવી હતી અને કર્મશીલ રહીને આ સંસ્થારૂપી નાનકડા બીજને મસમોટું વટવૃક્ષ બનાવ્યું હતું. આજે સંસ્થામાં 150 જેટલા જુવેનાઇલ ડાયાબિટીક બાળકો અને 4850 જેટલા રજીસ્ટર્ડ મેમ્બર છે.

આજે જુવેનાઇલ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ડો. મોનાબેન શાહ સિનિયર ડાયાબિટીસ નિષ્ણાંત ડોકટર, દિનાબેન પટેલ મેરેથોન રનર, ડો.શિવાંગી ધરીયા સોલંકી નેપ્રોલોજિસ્ટ,ડો.જયપ્રકાશ પુરોહિત ઓપથોમોલોજિસ્ટ,ડો.સંજય મજમુદાર બાળકોના રોગ નિષ્ણાત, ડો.શિવાનગીબેન પટેલ કાઉન્સેલર, ડો.સ્વાતિ બેન ધ્રુવ પ્રોફેસર ન્યુટ્રીશન દ્વારા માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. 20 માઇક્રોન્સ ફાઉન્ડેશન દ્વારા જ્ઞાન સાથે ગમ્મત થાય એવા બાળકો માટેના મેજીક શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેર અને ગામડાઓમાંથી 100 ઉપરાંત જુવેનાઇલ બાળકો તેમના માતા-પિતા સાથે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...