એજયુકેશન:ખંડ નિરીક્ષકોને ડ્રો પદ્ધતિથી બ્લોકની ફાળવણી થશે,વીડિયો રેકોર્ડિંગ કરાશે

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 14 માર્ચથી શરૂ થનાર બોર્ડ પરીક્ષાઓની તૈયારીનો એક્શન પ્લાન જાહેર કરાયો
  • જરૂર જણાશે તો કેટલાંક કેન્દ્રો પર પરીક્ષાર્થીને બૂટ-મોજાં બહાર કઢાવાશે

14 માર્ચથી શરૂ થનાર બોર્ડ પરીક્ષાઓની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. બોર્ડ પરીક્ષાઓ દ્વારા પરીક્ષા માટે એકશન પ્લાન જાહેર કર્યો છે. જેમાં વિવિધ સૂચનાઓ આપવામાં આવી છે. ખંડ નિરીક્ષકોને ડ્રો પધ્ધતિથી બ્લોક ફાળવવામાં આવશે અને તેનું વિડિયો રેકોર્ડિંગ પણ કરવું પડશે. બ્લોક નંબરની માહિતી પરીક્ષા સમય સુધી ગુપ્ત રાખવી પડશે.

ગુજરાત માધ્યમિક-ઉચ્ચતમ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10-12 ની પરીક્ષાઓ શરૂ થનાર છે. ગુજરાત બોર્ડ દ્વારા એકશન પ્લાન જાહેર કર્યો છે. જે પ્રમાણે જરૂર જણાય ત્યાં પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષાર્થી બુટ મોજા બહાર કાઢીને પ્રવેશ કરે તેવી વ્યવસ્થા રાખવા માટે સૂચના આપવામાં આવી છે.

વોલની ચકાસણી કરવાની સૂચના અપાઇ છે, પરીક્ષાની કામગીરીમાં સંકળાયેલ વર્ગ 2 અને તેનાથી ઉપરની કક્ષાના તમામ અધિકારીઓનું સંતાન ધોરણ 10-12 ની પરીક્ષામાં ઉપસ્થિત થવાનું હોય તો પોતોના બાળકોના બાયોડેટા એક પત્રકમાં ભરીને જિલ્લા શિક્ષણાધિકારીને સોંપવું પડશે. જિલ્લા શિક્ષણાધિકારીએ તેનું રજીસ્ટ્રર નીભાવવું પડશે. જિલ્લા શિક્ષણાધિકારીના કિસ્સામાં આવું પત્રક બોર્ડના નાયબ નિયામકને સોંપવા માટે જણાવવામાં આવ્યું છે.

કલેક્ટર, DEO અને વીજ કંપનીના અધિકારીની સંયુક્ત બેઠક યોજાઇ
બોર્ડ પરીક્ષાને ધ્યાનમાં રાખીની જિલ્લા કલેકટર કચેરી ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પરીક્ષા કેન્દ્રો પર વીજપુરવઠો જળવાઇ રહે, પોલીસ બંદોબસ્ત સહિતની વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા સરળ રહે તે માટે સૂચનાઓ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...