હાલાકી:આજે દહાણુ રોડ પર બ્લોક 11 ટ્રેન કેન્સલ, 30 ટૂંકાવાશે,  રેલવે દ્વારા ડાયવર્ઝનની કામગીરી કરાશે

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક

વેસ્ટર્ન રેલવે દ્વારા મુંબઈના દહાણુ રોડ અને વાનગાવ વચ્ચે 8 તારીખ ને રવિવારે મેજર બ્લોક લેવાનો હોવાથી વેસ્ટર્ન રેલવેની 11 ટ્રેન રદ કરવામાં આવી છે, જ્યારે 30 જેટલી ટ્રેનો ટૂંકાવવામાં આવશે. જેને કારણે મુસાફરોને હેરાનગતિનો સામનો કરવો પડશે.

પુલ નંબર 166 અને 169 વચ્ચે કાયમી ડાયવર્ઝનનું કાર્ય કરવા માટે ડાઉન લાઈન ઉપર 6:30 થી 2:30 સુધી અને મેઇન અપ લાઈન પર 8:15 થી 9:15 સુધી એક કલાક માટે બ્લોક લેવામાં આવશે. જેને કારણે રદ કરવામાં આવેલી ટ્રેનોમાં બાંદ્રા-સુરત એક્સપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર એક્સપ્રેસ, વિરાર-વલસાડ મેમુ, બાંદ્રા-વાપી રોડ લોકલ અને પોરબંદર-મુંબઇ સેન્ટ્રલથી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ સહિતની ટ્રેનોનો સમાવેશ થાય છે. જ્યારે ટૂંકાવવામાં આવનાર ટ્રેનો બોઈસર-બોરીવલી સહિતનાં સ્ટેશનો ઉપર અટકાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...