તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:સટ્ટામાં દેવું થતાં લેણદારોની બીકે ઘેરથી જતો રહ્યો હતો : કોન્ટ્રાક્ટર

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
લલિત પરમાર - Divya Bhaskar
લલિત પરમાર
 • અઠવાડિયે ઘરે પરત આવેલા લલિત પરમારનું નિવેદન લેવાયું

બાજવાનો લેબર કોન્ટ્રાક્ટર ગત શુક્રવારે રાત્રે કાર સિંધરોટ પોલીસ ચોકી પાસેના ચાર રસ્તા પાસે પાર્ક કરીને જતો રહ્યા બાદ એક સપ્તાહ પછી શુક્રવારે તેના ઘેર પરત ફર્યો હતો. એક સપ્તાહ સુધી તે ક્યાં હતો અને કેમ ઘર છોડીને જતો રહ્યો હતો તે વિશે પોલીસે તેની પુછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે ક્રિકેટના સટ્ટામાં દેવું થઇ જતાં તે ઘર છોડીને જતો રહ્યો હતો. ઘર તેણે અમદાવાદ અને મહેસાણા હાઇવે પર બે સ્થળે નોકરી પણ કરી હતી.

ગત 18 તારીખે બાજવામાં રહેતો 38 વર્ષીય લેબર કોન્ટ્રાક્ટર લલિત જગન્નાથભાઇ પરમાર કાર લઈને નીકળ્યા બાદ ગુમ થયો હતો. શનિવારે સવારે તેની કાર સિંધરોટ પોલીસ ચોકીની બાજુમાં ચાર રસ્તા પાસે મળી હતી. જેથી આજુબાજુના વિસ્તારમાં અને નદીના કિનારા પર તપાસ કરતાં તેની ભાળ મળી ન હતી. આ મામલે તાલુકા પોલીસે પણ તપાસ શરૂ કરી હતી.

દરમિયાન શુક્રવારે સાંજે રિક્ષા દ્વારા તે ઘેર પહોંચતાં પરિવારને હાશકારો થયો હતો. તાલુકા પોલીસે શનિવારે પુછપરછ કરતા જાણવા મળ્યું કે, ઘર છોડીને નિકળ્યા બાદ તે અમદાવાદ બસ ડેપો ખાતે પહોંચ્યો હતો. જ્યાં પરિચીતની મદદથી મંગલમ નામની કંપનીમાં બે દિવસ નોકરી હતી. ત્યારબાદ ત્યાંથી તે નીકળી મહેસાણા હાઇવે પર રાજુપુરા ગામમાં મનુભાઇ ઝાલાની સાઇટ ઉપર તેણે ચાર દિવસ નોકરી કરી હતી. જો કે ત્યારબાદ તે 25 તારીખે બપોરે ત્યાંથી પણ નિકળી ગયો હતો અને ફરતો ફરતો પોતાના ઘેર પાછો આવી ગયો હતો.

ક્રિકેટના સટ્ટામાં તેને દેવું થઇ ગયું હતું અને તેણે અંદાજે 4થી 5 લાખ ગુમાવ્યા હોવાથી તથા ગત 18 તારીખે તેણે 50 હજાર સટ્ટામાં હાર્યા હોવાથી ગભરાઇને તે ઘર છોડીને જતો રહ્યો હોવાનું પોલીસ પૂછપરછમાં બહાર આવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો