કોંગ્રેસનું સાંકેતિક બંધનું એલાન:ભાજપની ભારત તોડો-રાજ કરોની નીતિ,જ્યારે કોંગ્રેસ દેશને જોડવામાં માને છે: ભરતસિંહ સોલંકી

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોંઘવારી-બેરોજગારી મુદ્દે કાલે કોંગ્રેસનું સાંકેતિક બંધનું એલાન

રાજ્યમાં કોંગ્રેસે 10મીએ મોંઘવારી-બેરોજગારી સહિતના મુદ્દે સાંકેતિક બંધનું એલાન કર્યું છે ત્યારે વડોદરા આવેલા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ભાજપે ભારત તોડો-રાજ કરોની નીતિ અપનાવી છે, કોંગ્રેસ દેશને જોડવા નીકળી છે.

રાજ્યમાં મોંઘવારી, બેરોજગારી, કથળતા કાયદો-વ્યવસ્થા સહિતના મુદ્દે કોંગ્રેસે 10મી તારીખે સાંકેતિક બંધનું એલાન કર્યું છે. જેમાં સવારે 8થી 12 લોકોને સાંકેતિક બંધમાં જોડાવવા અપીલ કરી છે. ગુરુવારે આ અંગે જાહેરાત કરવા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી વડોદરા આવ્યા હતા. તેઓએ જણાવ્યું કે, ગુજરાતની ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી કમાન સંભાળે તેવી કોંગ્રેસના કાર્યકરોની ઈચ્છા છે. પ્રિયંકા ગાંધી ગુજરાતમાં આવે અને કોંગ્રેસ કાર્યકરોનું મનોબળ વધારે.

ભારત જોડો યાત્રા પર પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે કરેલા કટાક્ષ મુદ્દે તેમણે કહ્યું કે, કોંગ્રેસ દેશને જોડવા ભારત જોડો યાત્રા કાઢી રહી છે. જ્યારે ભાજપ ભારત તોડો અને રાજ કરોની નીતિ અપનાવી રહી છે. ભારત જોડો યાત્રામાં ગુજરાતીઓ પણ જોડાશે.તેમણે પૂર્વ મુખ્યમંત્રીની તારીફ કરતાં કહ્યું કે, વિજય રૂપાણી અભિનંદનને પાત્ર છે. તેઓએ મહેસૂલ ખાતામાં કૌભાંડની કબૂલાત કરી હતી. 2 મંત્રીનાં ખાતાં હાલમાં લેવાં પડ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...