તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાલિકાની ચૂંટણીના 11 દિવસ પહેલા શહેર વિભાગ દ્વારા બહાર પડાયેલા જાહેરનામામાં મેયર પદ સામાન્ય કેટેગરી માટે અનામત જાહેર કરવામાં આવતા તેના પરથી ઉમેદવારી કરનારા ભાજપના 31 ઉમેદવારો ગેલમાં આવી ગયા છે પણ હવે એસટી કેટેગરીમાંથી મેયર બનવાની મહેચ્છા પર પૂર્ણ વિરામ મુકાઇ ગયું છે. 8 વર્ષ બાદ મેયરપદ સામાન્ય કેટેગરી માટેનું છે. છેલ્લે 2013માં ભાજપના ભરત શાહ જનરલ કેટેગરીમાં મેયર બન્યા હતા.
પાલિકાની 76 બેઠક માટે ચૂંટણી પ્રક્રિયા જાહેર થયા બાદ મેયર પદ એસટી કેટેગરી માટે અનામત છે એવી વાત વહેતી થઈ હતી અને તેનું રોટેશન ક્યારે જાહેર થાય તેની રાહ જોવાતી હતી. જેના કારણે વૉર્ડ ન.15માં એસટી કેટેગરી માટે અનામત 1 પુરુષ બેઠક માટે 27 દાવેદારો આવ્યા હતા. આ વોર્ડમાંથી ચૂંટણી જીતનાર ને સીધું જ મેયર પદ ભેેટમાં મળવાનું હોવાથી તેના માટે કેટલા વધારે તો અંદરખાને ઓફરો પણ આપી હતી. જોકે ભાજપ પાસે આ કેટેગરી માટે કોઈ ચહેરો ન હોવાથી રોટેશનબદલવાની કવાયત કરાવી હતી અને તેમાં આખરે સફળ થયા હતા.
પાલિકામાં આગામી અઢી વર્ષ માટે મેયરપદ જનરલ કેટેગરી માટે અનામત કરતા ભાજપમાંથી જનરલ કેટેગરી માંથી ચૂંટણી લડતા 19 વૉર્ડના 31 ઉમેદવારો ગેલમાં આવી ગયા છે જેમાં વોર્ડ નંબર એકમાં સતીશ પટેલ, મણિલાલ વાછાણી, વૉર્ડ 2માં ભાણજી પટેલ, મહાવીર રાજપુરોહિત, વૉર્ડ 3માં પરાક્રમસિંહ જાડેજા અને ડૉ રાજેશ શાહ, વોર્ડ નંબર 4 માં અજિત દધિચ, વોર્ડ નંબર 5 માં નૈતિક શાહ, હિતેન્દ્ર પટેલ, વોર્ડ નંબર 6માં હીરો પંજવાની, વોર્ડ નંબર 7માં મનોજ પટેલ અને બંદિશ શાહ, વોર્ડ નંબર 8માં કેયુર રોકડિયા, રાજેશ પ્રજાપતિ, વોર્ડ નંબર 9માં શ્રી રંગ આયરે,વોર્ડ નંબર 10માં નીતીન ડોંગા, વોર્ડ નંબર 11 માં નરવિરસિંહ ચુડાસમા, વોર્ડ નંબર 12 માં સ્મિત પટેલ, મનીષ પગાર વોર્ડ નંબર 13 માં ધર્મેશ પટણી, નીશીકાંત ચૌહાણ, વોર્ડ નંબર 14માં હરેશ જિંગર, સચિન સોની, વૉર્ડ ન 15માં આશિષ જોશી, વૉર્ડ ન 16માં નરેશ રબારી, વોર્ડ નંબર 17માં નિલેશ રાઠોડ, શૈલેશ પાટીલ વોર્ડ નંબર 18 માં કલ્પેશ પટેલ, કેતન પટેલ, વોર્ડ નંબર 19માં ઘનશ્યામ પટેલ અને અલ્પેશ લીમ્બાચીયા નો સમાવેશ થાય છે. જોકે, આ તમામ ચૂંટણી જીતે તો મેયરપદ માટે દાવો કરી શકે છે.
ઓબીસી કેટેગરીના 7 જેટલા ઉમેદવારો માટે તક ઓછી, મોવડી મંડળમાંથી સ્કાયલેબની પણ શકયતા
પાલિકાની ચૂંટણીમાં જનરલ કેટેગરી પરથી ચૂંટણી લડતા ભાજપના કેટલાક ઉમેદવારો મૂળ ઓબીસી જાતિનાં છે.જેમાં રાજેશ દલસુખ પ્રજાપતિ, ધર્મેશ પટણી, નરેશ રબારી, અલ્પેશ લીંબચિયા છે. જયારે ઓબીસી બેઠક પરથી ચૂંટણી લડતા ઉમંગ બ્રહ્મભટ્ટ, ચિરાગ બારોટ, ડો.શીતલ મિસ્ત્રી જીતે તો પણ મેયર બની શકશે નહીં. જોકે, ઉમેદવારોની પસંદગી જેવું જ ભાજપનું મોવડીમંડળ મેયરપદ માટે નક્કી કરે તો સ્કાયલેબ આવે તેવી શક્યતા બિલકુલ નકારી શકાતી નથી.
વોર્ડ નં- 8 ના ભાજપ ઉમેદવાર રોકડિયાના ફોર્મ અંગે આરટીઆઈ
વોર્ડ નંબર 8 ના ભાજપના ઉમેદવાર કેયુર રોકડીયાની ઉમેદવારી ની માહિતી માંગતી આરટીઆઇ ધારાશાસ્ત્રી શૈલેષ અમીન દ્વારા કરવામાં આવી છે. તેમના દ્વારા મંગાવવામાં આવેલી માહિતીમાં ઉમેદવારીપત્ર અને તેની સાથેના તમામ બીડાણોની અધિકૃત નકલ માંગવા સહિત કેયુર રોકડીયા ની ઉમેદવારીપત્ર રદ કરવા માટે અપક્ષ ઉમેદવાર દ્વારા સમક્ષ લેખિત દલીલો રજુ કરેલ તેની પ્રમાણિત નકલ મગાઇ છે. આ ઉપરાંત એફઆરસી પાસે પણ આરટીઆઇ દ્વારા માહિતી માંગવામાં આવી છે
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.