આક્ષેપ:ભાજપ યુવા મોરચાના પ્રમુખે વાહનના પાર્કિંગ મુદ્દે યુવકને માર માર્યાનો આક્ષેપ

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક

સંગમ ચાર રસ્તા પાસે કુંવારેશ્વર સોસાયટી પાસે પાર્કિંગ મુદ્દે ભાજપ યુવા મોરચાના પ્રમુખે સ્થાનિક યુવકને માર માર્યાના આક્ષેપ સાથે કારેલીબાગ પોલીસ મથકમાં અરજી થઈ હતી.કારેલીબાગનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, કુંવારેશ્વર સોસાયટી પાસે ભાજપ યુવા મોરચાનો પ્રમુખ પાર્થ પુરોહિત પાર્કિંગ મુદ્દે વારંવાર હોર્ન વગાડતો હતો. જે અંગે પાસે જ રહેતા સિંધી યુવકે પાર્કિંગ મુદ્દે અને હોર્ન ન વગાડવા માટે બોલતાં પાર્થે તેને લાફો ઝીંક્યો હતો. બીજી તરફ યુવકને બચાવવા વડીલ વચ્ચે આવતાં તેમને ધક્કો માર્યો હતો. પાર્થ સહિત તેના માણસો ઘટનામાં સામેલ હતા.

આ અંગે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી. પાર્થ પુરોહિતે જણાવ્યું હતું કે, તે રાત્રે 8-30 વાગ્યે ઘરે જતો હતો. ત્યારે સોસાયટી બહાર ટોળામાં ઘર્ષણ થયું હતું. મારું નામ ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યું છે. શહેર ભાજપ અધ્યક્ષ ડો.વિજય શાહે જણાવ્યું કે, સોસાયટીના પ્રવેશદ્વાર પર વાહન પાર્ક કરેલું હતું. પાર્થ પુરોહિતની સોસાયટીના લોકો ઊભેલા હતા. પાર્કિંગ સંદર્ભે નાની-મોટી બોલાચાલી હતી. પાર્થ સભ્યોને છોડાવવા ગયો હતો. સોસાયટીમાંથી ફોન આવ્યા હતા. સમાધાનનો પ્રયત્ન કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...