તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી નિમિત્તે ભાજપ યુવા મોરચા પાદરા દ્વારા બાઈક રેલી યોજી હતી. ડીજે સાથે આયોજીત બાઈક રેલીમાં સરકારની ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતાં પાદરા પોલીસે મહામંત્રી અને 12 કાર્યકરો સામે જાહેરનામાં ભંગ બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણીમાં પાદરા યુવા ભાજપ મોરચાના કાર્યકરો કોરોનાનું ભાન ભૂલ્યા
12 જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણી કરવા પાદરા જીલ્લા અને પાદરા નગર ભાજપ યુવા મોરચા દ્વારા ડીજે મ્યુઝિક સાથે બાઈક રેલી યોજી હતી. જેમાં પોલીસ પરવાનગી નહીં લેતા તેમજ યુવા કાર્યકરો માસ્ક વિના બાઈક રેલીમાં નજરે પડતાં પાદરા પોલીસે રેલીના મુખ્ય આયોજક પાદરા જિલ્લા ભાજપ યુવા મોરચાના મંત્રી અને પાદરા નગરના ભાજપા યુવા મોરચાના મહામંત્રીની વિરોધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી જ્યારે 12 જેટલા કાર્યકરોને માસ્ક નહીં પહેરવા બદલ તેઓ પાસેથી દંડ વસૂલ્યો હતો.
ભાજપના મંત્રી,મહામંત્રી સહિત 12 કાર્યકરો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ડીવાયએસપી.હાર્દિક માકડિયાએ જણાવ્યું હતું કે, મંગળવારે સાંજના સમયે ભાજપ યુવા મોરચા દ્વારા બાઈક રેલીનું આયોજન થયું હતું. જે વાત ધ્યાને આવતા પોલીસે તેઓ વિરુદ્ધ જાહેરનામાં ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભાજપ યુવા મોરચા દ્વારા ડીજે મ્યુઝિક સાથે બાઈક રેલી યોજી હતી. જેની પોલીસ પરવાનગી પણ લીધી ન હતી. આ ઉપરાંત સરકારની ગાઈડલાઈનનું પણ આ બાઈક રેલીમાં ઉલ્લંઘન થયું હતું. જેથી 2 મુખ્ય આયોજક જિલ્લા યુવા મોરચા મંત્રી અને પાદરા નગર યુવા મોરચા મહામંત્રી સહિત માસ્ક નહીં પહેરનાર અંદાજીત 12 જેટલા કાર્યકરો સામે જાહેરનામાં ભંગનો ગુનો નોંધ્યો હતો. જ્યારે માસ્ક નહીં પહેરનાર કાર્યકરો પાસેથી દંડ વસૂલી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.