તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિયમો નેવે:ભાજપનાં મહિલા કાઉન્સિલરે ટોળું ભેગું કરી માસ્ક વિના બર્થ ડે ઉજવી

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
કાઉન્સિલર ગાર્ગી દવેની બર્થ ડે ઉજવણીનો વીડિયો વાઇરલ થયો હતો. - Divya Bhaskar
કાઉન્સિલર ગાર્ગી દવેની બર્થ ડે ઉજવણીનો વીડિયો વાઇરલ થયો હતો.
 • વોર્ડ 18નાં કાઉન્સિલર ગાર્ગી દવેની બર્થ ડેનો વીડિયો વાઇરલ

કોરોના મહામારી દરમિયાન શહેર ભાજપના વધુ એક કાઉન્સિલર ગાઇડલાઇન ભૂલ્યા છે. વોર્ડ નં-18ના મહિલા કાઉન્સિલર ગાર્ગી દવે જન્મદિવસની ઉજવણીમાં ટોળા ભેગા કરીને કેક કાપી હતી અને તમામ નિયમો નેવે મૂકીને જન્મદિવસની ઉજવણી કરી હતી અને કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડાવ્યા હતા. જો કે ભાજપના જ મહામંત્રી સામે કાયર્વાહી કરનાર પોલીસના કાયદાના કાટલા જુદા હોવાનું અનુભવાઇ રહ્યું છે. હાલ કોરોના મહામારી ચાલી રહી છે અને રાત્રિ કર્ફ્યૂ લગાવીને કોરોનાને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલી રહ્યા છે, ત્યારે ભાજપના નેતાઓ કોરોના સંક્રમણ વધારે તે પ્રકારના કાર્યક્રમો કરી રહ્યા છે.

વડોદરા શહેરના વોર્ડ નં-18ના ભાજપના કાઉન્સિલર ગાર્ગી દવેએ જન્મદિવસની ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાવ્યા હતા. ગાર્ગી દવેએ જન્મદિવસની ઉજવણીમાં લોકોને એકત્ર કર્યાં હતા અને માસ્ક પહેર્યા વિના જ જન્મદિવસની ઉજવણી કરી હતી અને કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપ્યું હતું. આ મુદ્દે કાઉન્સિલર ગાર્ગી દવેનો સંપર્ક કરાતાં તેમનો મોબાઈલ સતત સ્વીચ ઓફ આવતો હતો.

આ પહેલા પૂર્વ મેયર અને શહેર ભાજપના મહામંત્રી સુનિલ સોલંકીની બર્થ ડેની ઉજવણીમાં પણ માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા સયાજીગંજ પોલીસે સુનિલ સોલંકી સહિત 10 જણા સામે ગુનો નોંધ્યો હતો. આ ગુનો વીડિયો વાઇરલ થતાં નોંધાયો હતો. મહિલા કાઉન્સિલરનો પણ વીડિયો ફરતો થયો હતો ત્યારે પોલીસની બેધારી નિતી છતી થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો