તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ગાઈડલાઈનનો ભંગ:વડોદરામાં ભાજપના મહિલા કાઉન્સિલરે બર્થ ડેની ઉજવણીમાં ટોળુ ભેગુ કર્યું, માસ્ક પહેર્યા વિના કેક કાપી, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભાજપના મહિલા કાઉન્સિલર ગાર્ગી દવેએ કોરોના મહામારીમાં જાહેર જન્મદિવસની ઉજવણી કરી - Divya Bhaskar
ભાજપના મહિલા કાઉન્સિલર ગાર્ગી દવેએ કોરોના મહામારીમાં જાહેર જન્મદિવસની ઉજવણી કરી
  • કોરોના મહામારી દરમિયાન લોકોને ભેગા કરીને મહિલા કાઉન્સિલર ગાર્ગી દવેએ કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપ્યું
  • આ પહેલા વડોદરા શહેર ભાજપના મહામંત્રી સુનિલ સોલંકીએ જન્મદિવસની ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાવ્યા હતા

કોરોના મહામારી દરમિયાન વડોદરા શહેરમાં ભાજપના વધુ એક કાઉન્સિલર ભાન ભૂલ્યા છે. વોર્ડ નં-18ના મહિલા કાઉન્સિલર ગાર્ગી દવે જન્મદિવસની ઉજવણીમાં ટોળા ભેગા કરીને કેક કાપી હતી અને તમામ નિયમો નેવે મૂકીને જન્મદિવસની ઉજવણી કરી હતી અને કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડાવ્યા હતા.

ભાજપના નેતાઓ કોરોના સંક્રમણ વધારે તે પ્રકારના કાર્યક્રમો કરે છે
હાલ કોરોના મહામારી ચાલી રહી છે અને રાત્રિ કર્ફ્યૂ લગાવીને કોરોનાને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલી રહ્યા છે, ત્યારે ભાજપના નેતાઓ કોરોના સંક્રમણ વધારે તે પ્રકારના કાર્યક્રમો કરી રહ્યા છે. વડોદરા શહેરના વોર્ડ નં-18ના ભાજપના કાઉન્સિલર ગાર્ગી દવેએ જન્મદિવસની ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાવ્યા હતા. ગાર્ગી દવેએ જન્મદિવસની ઉજવણીમાં લોકોને એકત્ર કર્યાં હતા અને માસ્ક પહેર્યા વિના જ જન્મદિવસની ઉજવણી કરી હતી અને કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપ્યું હતું.

લોકોનું ટોળું ભેગુ કરીને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો
લોકોનું ટોળું ભેગુ કરીને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો

ભાજપના નેતાઓ કોરોના ગાઇડલાઇનનું પાલન કરતા નથી
આ પહેલા વડોદરા શહેરના માજી મેયર અને શહેર ભાજપના મહામંત્રી સુનિલ સોલંકીની બર્થ ડેની ઉજવણીમાં પણ માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા સયાજીગંજ પોલીસે સુનિલ સોલંકી સહિત 10 જણા સામે ગુનો નોંધ્યો હતો. જેમાં 6 કાર્યકરોની અટકાયત કરાઇ હતી. ભાજપના જ કાર્યલાયમાં નવા મહામંત્રીએ કાર્યકરોને ટોળે વાળી બર્થ ડે કેક કાપી હતી. જેમાં કોઇ માસ્ક પહેર્યા ન હતા.

કાઉન્સિલર અને હાજર કેટલાક લોકોએ માસ્ક નહોતા પહેર્યા
કાઉન્સિલર અને હાજર કેટલાક લોકોએ માસ્ક નહોતા પહેર્યા

ગાંધીનગર ગૃહ ખાતે ઇ લોકાપર્ણ બાદ ભાજપના હોદ્દેદારો ટોળે વળ્યા હતા
અગાઉ ગાંધીનગર ગૃહ ખાતે ઇ લોકાપર્ણ બાદ ભાજપના હોદ્દેદારો ટોળે વળ્યા હતા. બુધવારે શહેર ભાજપના નવા હોદ્દેદારોની પરિચય બેઠક ના ફોટો સ્ટેશનમાં માસ્ક ન પહેરવા તથા સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા વિવાદ ઉભો થયો હતો.

ભાજપના નેતાઓ કોરોના ગાઇડલાઇનનું પાલન કરતા નથી
ભાજપના નેતાઓ કોરોના ગાઇડલાઇનનું પાલન કરતા નથી
માસ્ક પહેર્યા વિના જ જન્મદિવસની ઉજવણી કરી
માસ્ક પહેર્યા વિના જ જન્મદિવસની ઉજવણી કરી
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો