તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • BJP Women Councilors Celebrated Their Birthdays In The Presence Of Leaders And Activists, Wearing Masks And Social Distance In Vadodara

વીડિયો વાઇરલ:વડોદરામાં ભાજપના મહિલા કાઉન્સિલરે નેતાઓ-કાર્યકરોની હાજરીમાં પોતાનો જન્મદિવસ ઉજવ્યો, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાવ્યા

વડોદરાએક મહિનો પહેલા
ભાજપના વોર્ડ નં-6ના મહિલા કાઉન્સિલર હેમીશા ઠક્કરે પોતાના જન્મદિવસની ઉજવણી કરી
  • ભાજપના વોર્ડ નં-6ના મહિલા કાઉન્સિલર હેમીશા ઠક્કરે કોરોના ગાઇડલાઇનનો ભંગ કરીને જન્મદિવસની ઉજવણી કરી

ભાજપના નેતાઓ પોતાના જન્મદિવસની ઉજવણીમાં કોરોનાની ગાઇડલાઇનનો સરેઆમ ભંગ કરતા હોવાના કિસ્સા અવાર-નવાર સામે આવે છે, ત્યારે વડોદરા શહેરમાં ભાજપના વોર્ડ નં-6ના મહિલા કાઉન્સિલર હેમીશા ઠક્કરે પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. જેમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમનો ખુલ્લેઆમ ભંગ થયો હતો.

આ પહેલા પણ નેતાઓ જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી ચૂક્યા છે
વડોદરા શહેરમાં કોરોના મહામારી દરમિયાન ભાજપના કોર્પોરેટરો અને નેતાઓ પોતાના જન્મદિવસની ઉજવણી કરતા હોવાના અનેક કિસ્સા બહાર આવી ચૂક્યા છે. કેટલાક કિસ્સાઓમાં ભાજપના આગેવાનો સામે પોલીસ ફરિયાદ પણ થઇ અને ધરપકડની કાર્યવાહી પણ કરી હતી, જોકે, કેટલાક આગેવાનોના કિસ્સામાં પોલીસે ફરિયાદ કરવાનું ટાળ્યું પણ હતું.

માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાવ્યા
માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાવ્યા

જન્મદિવસની પાર્ટીમાં કમળ આકારની કેક મંગાવાઇ
વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નં-6માંથી ચૂંટાયેલા મહિલા કોર્પોરેટર હેમીશા ઠક્કરની જન્મદિવસ ઉજવણીમાં ભાજપના વોર્ડ કક્ષાના નેતાઓ અને કાર્યકરો જોડાયા હતા. મહિલા કોર્પોરેટરના જન્મદિવસની પાર્ટીમાં કમળ આકારની કેક મંગાવવામાં આવી હતી. આ કેક કાપતી વખતે ભાજપના કાઉન્સિલર અને કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાવ્યા હતા.

કાઉન્સિલરના જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાઇરલ થયો
ભાજપના મહિલા કાઉન્સિલરે જન્મદિવસની ઉજવણી કરી તેનો વીડિયો હવે વાઇરલ થયો છે, તેઓએ પોતે જ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર વીડિયો મૂક્યો હતો. આ વીડિયોમાં ખુલ્લેઆમ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમનો ભંગ થતો નજરે પડે છે. વીડિયોમાં ટોળે વળીને મહિલા કોર્પોરેટર હેમીશા ઠક્કર કેક કાપતા નજરે પડે છે એટલું જ નહીં કોઈપણ પૂર્વ કોર્પોરેટર કે, કાર્યકર્તાએ માસ્ક પણ પહેર્યા નથી.

ભાજપના વોર્ડ નં-6ના મહિલા કાઉન્સિલર હેમીશા ઠક્કરે કોરોના ગાઇડલાઇનનો ભંગ કરીને જન્મદિવસની ઉજવણી કરી
ભાજપના વોર્ડ નં-6ના મહિલા કાઉન્સિલર હેમીશા ઠક્કરે કોરોના ગાઇડલાઇનનો ભંગ કરીને જન્મદિવસની ઉજવણી કરી

હજી સુધી પોલીસ ફરિયાદ થઇ નથી
અગાઉ પોલીસે ભાજપના કેટલાક આગેવાનો સામે પોલીસ ફરિયાદ કરી હતી, તો કેટલાક કિસ્સામાં પોલીસે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું, ત્યારે હવે જોવાનું રહે છે કે, મહિલા કોર્પોરેટર અને તેમના સાથી પૂર્વ કોર્પોરેટર અને કાર્યકરો સામે પોલીસ ફરિયાદ કરશે કે નહીં.

અન્ય સમાચારો પણ છે...