તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાની ગાઇડલાઇનનો ઉલાળિયો:વડોદરામાં ભાજપના મહિલા કાઉન્સિલરે જાહેરમાં મેરેજ એનિવર્સરીની ઉજવણી કરી, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાવ્યા

વડોદરા22 દિવસ પહેલા
મહિલા કાઉન્સિલર અને તેમના પતિએ મેરેજ એનિવર્સરીની ઉજવણી કરી હતી
  • મટકી ફોડના કાર્યક્રમ દરમિયાન મહિલા કાઉન્સિલર અને તેમના પતિએ મેરેજ એનિવર્સરીની ઉજવણી કરી
  • વડોદરામાં બેફામ બનેલા ભાજપના કાઉન્સિલરો સામે હજી સુધી પોલીસ કાર્યવાહી થઇ નથી

ભાજપના કેટલાક કાઉન્સિલરોમાં જાહેરમાં કેક કાપીને જન્મ દિવસ અને મેરેજ અનિવર્સરીની ઉજવણી કરીને સસ્તી પ્રસિદ્ધી મેળવવાની હોડ જામી છે. પોતાના વિસ્તારોમાં વિકાસ કામો કરીને પ્રસિદ્ધી મેળવવાને બદલે જાહેરમાં કેક કાપીને સસ્તી પ્રસિદ્ધી મેળવવાનું શરૂ કર્યું છે. વોર્ડ નં-7ના મહિલા કાઉન્સિલરે પોતાની મેરેજ અનિવર્સરીની કેક જાહેરમાં કાપીને દહીં હાંડીના કાર્યક્રમની ઉજવણી કરતા ચર્ચાનો વિષય બન્યા છે. નોંધનીય છે કે, તાજેતરમાં વોર્ડ નં-6 ના મહિલા કાઉન્સિલરે પોતાના જન્મ દિવસની કેક જાહેરમાં કાપી સસ્તી પ્રસિદ્ધી મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

બેફામ બનેલા કાઉન્સિલરો સામે કાર્યવાહી થતી નથી
રાજ્યભરમાં કોરોના નબળો પડ્યો છે. વડોદરા શહેરમાં પણ કોરોનાના કેસો ઘટી રહ્યા છે. જોકે, કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો ખતરો મંડરાઇ રહ્યો છે. એક તરફ તમામ ધાર્મિક તહેવારોનો પ્રારંભ થયો છે, ત્યારે સરકાર દ્વારા ગાઇડલાઇન અનુસાર તહેવારો ઉજવવા આદેશ અપાયો છે. બીજી તરફ સત્તાધારી પાંખના કાઉન્સિલરો જ પોતાની સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી કોરોનાની ગાઇડલાઇનના લીરેલીરા ઉડાડી રહ્યા છે. બીજી તરફ સામાન્ય વ્યક્તિઓ કોરોનાની ગાઇડ લાઇનનો ભંગ કરે છે, ત્યારે તેમની સામે પોલીસ તંત્ર દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે પોલીસ તંત્ર દ્વારા બેફામ બનેલા કાઉન્સિલરો સામે કાર્યવાહી કરવામાં આવશે કે નહીં, તેવા સવાલો સામાન્ય પ્રજા ઉઠાવી રહી છે.

માસ્ક અને સોસિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાવ્યા
માસ્ક અને સોસિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાવ્યા

મેરેજ એનિવર્સરીની ઉજવણીમાં કોરના ગાઇડલાઇનનો ઉલાળ્યો
વડોદરા શહેરના વોર્ડ નં-7 ના મહિલા કાઉન્સિલર શ્વેતાબેન ચૌહાણની મેરેજ એનિવર્સરી નિમિત્તે તેમના પતિ સહિત તેમના શુભેચ્છકો દ્વારા જાહેરમાં કેક કાપી રાત્રિ દરમિયાન માર્ગ પર ઉજવણી કરી હતી. આ ઉજવણી દરમિયાન કેક કટિંગ સેરેમનીમાં ભાજપના મહિલા કાઉન્સિલર શ્વેતાબેન ચૌહાણ અને તેમના પતિ સહિત શુભેચ્છક કાર્યકર્તાઓ જોડાયા હતા. એતો ઠીક શ્વેતાબહેનની મેરેજ અનિવર્સરી ઉજવવા માટે ઘેલા બનેલા શુભેચ્છકો, કાર્યકરોએ માસ્ક પહેરવાની પણ તસ્દી લીધી ન હતી. સોશિયલ ડિસ્ટન્સના પણ ધજાગરા ઉડાવ્યા હતા.

વડોદરામાં બેફામ બનેલા ભાજપના કાઉન્સિલરો સામે હજી સુધી પોલીસ કાર્યવાહી થઇ નથી
વડોદરામાં બેફામ બનેલા ભાજપના કાઉન્સિલરો સામે હજી સુધી પોલીસ કાર્યવાહી થઇ નથી

મટકી ફોડના કાર્યક્રમ દરમિયાન એનિવર્સરીની ઉજવણી
અત્રે નોંધનીય છે કે, કોયલી ફળિયા યુવક મંડળ દ્વારા આયોજિત મટકી ફોડના કાર્યક્રમ દરમિયાન એનિવર્સરીની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન પણ કોવિડ-19ની ગાઇડલાઇનનું ઉલ્લંઘન થયું હતું.

વોર્ડ નં-7ના મહિલા કાઉન્સિલરે પોતાની મેરેજ અનિવર્સરીની કેક જાહેરમાં કાપી હતી
વોર્ડ નં-7ના મહિલા કાઉન્સિલરે પોતાની મેરેજ અનિવર્સરીની કેક જાહેરમાં કાપી હતી

ભાજપના કાઉન્સિલરો ગાઇડલાઇનનો સતત ભંગ કરે છે
તાજેતરમાં વોર્ડ નં-6ના કાઉન્સિલર હેમીશા ઠક્કરે જાહેરમાં કેક કાપીને પોતાના જન્મ દિવસની ઉજવણી કરી સસ્તી પ્રસિદ્ધી મેળવવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે અવારનવાર ભાજપના કાઉન્સિલરો દ્વારા કોવિડ-19ની ગાઇડલાઇનના થઇ રહેલા ભંગ બદલ પ્રશાસન કેમ કોઇ કાર્યવાહી કરતું નથી. કોવિડ-19ની ગાઇડલાઇનનું પાલન માત્ર સામાન્ય પ્રજાએ જ કરવાનું ?

મેરેજ અનિવર્સરી ઉજવવા માટે ઘેલા બનેલા શુભેચ્છકો, કાર્યકરોએ માસ્ક પહેરવાની પણ તસ્દી લીધી ન હતી
મેરેજ અનિવર્સરી ઉજવવા માટે ઘેલા બનેલા શુભેચ્છકો, કાર્યકરોએ માસ્ક પહેરવાની પણ તસ્દી લીધી ન હતી
અન્ય સમાચારો પણ છે...