સાયબર ક્રાઈમ:ભાજપ પ્રમુખનું એકાઉન્ટ હેક, આર્થિક મદદ મગાઇ

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરથી મેસેજ આવ્યા
  • ડો.વિજય શાહે સાઇબર ક્રાઇમમાં જાણ કરી

વડોદરા શહેર ભાજપના પ્રમુખ ડો.વિજય શાહનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થયાં હતાં. હેકર્સ દ્વારા ડો.વિજય શાહના ફેસબુક અને ઈન્સ્ટાગ્રામના મિત્રોને નાણાકીય સહાય માટેના મેસેજ અને ફોન કરવામાં આવ્યા હતા.તેમણે સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, મારા નામથી કોઈ ફોન કે મેસેજ આવે તો ચેતવું મારા એકાઉન્ટ હેક થઈ ગયા છે. અને આ પોસ્ટ બાદ વિજય શાહે સાયબર ક્રાઈમમાં પણ તેમના એકાઉન્ટ હેક થયાની જાણ કરી હતી. સાથે જ અવારનવાર એકાઉન્ટ હેક થતાં હોય છે ત્યારે આ સાયબરના મુદ્દે જાણકારી હોવી ખૂબ જ જરૂરી રહે છે.

અન્ય સમાચારો પણ છે...