તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભરૂચ લોકસભા બેઠકના સાંસદ મનસુખ વસાવાએ સીએમ વિજય રૂપાણને પત્ર લખીને અધિકારીઓ અને પદાધિકારીઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યાં છે અને નર્મદા અને ભરૂચ જિલ્લાની તાલુકા અને જિલ્લા પંચાયતોમાં ચાલતા ભ્રષ્ટાચારની ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે.
લોકડાઉનના સમયગાળામાં તેમને ગરબડો કરવાનું મોકળુ મેદાન મળી ગયુ છેઃ મનસુખ વસાવા
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સીએમને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, નર્મદા અને ભરૂચ જિલ્લામાં તાલુકા અને જિલ્લા પંચાયતો બીટીપી અને કોંગ્રેસના ગઠબંધનની છે તથા ધારાસભ્યો પણ આદિવાસી વિધાનસભામાં બીટીપીના છે, જેના કારણે ગુજરાત પેટર્ન તથા અન્ય વિકાસની યોજનાઓનું અમલીકરણ તેઓ દ્વારા જ થાય છે. પરંતુ મોટાભાગના કામોમાં ખુબ જ ભ્રષ્ટાચાર થાય છે. ગુજરાત પેટર્નની યોજનાઓનો લાભ આદિવાસીઓને મળવો જોઇએ તેના બદલે અમલીકરણ અધિકારીઓ અને પદાધિકારીઓ તથા તેમના વચેટીયા લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. કેટલાક અધિકારીઓની વિગતો અગાઉ આપને અને ગણપતસિંહ વસાવાને આપી હતી. પરંતુ લોકડાઉનના સમયગાળામાં તેમને ગરબડો કરવાનું મોકળુ મેદાન મળી ગયુ છે. તેથા બંને જિલ્લામાં તાલુકા અને જિલ્લા પંચાયતોમાં ચાલતા ભ્રષ્ટાચારની ઉચ્ચસ્તરીય તપાસ કરાવવા મારી નમ્ર વિનંતી છે.
મનસુખ વાસવા 30 વર્ષોથી ચૂંટાય છે, તો કેમ આજે આદિવાસીઓની હાલત કફોડી છેઃ બહાદુર વસાવા
બીટીપીના પ્રદેશ પ્રમુખ અને નર્મદા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન બહાદુર વસાવાએ જણાવ્યું હતું કે, તેમની સરકાર ઘણા વર્ષોથી છે, આદિવાસી બેઠક પર મનસુખ વાસવા 30 વર્ષોથી ચૂંટાતા આવ્યા છે, તો કેમ આજે આદિવાસીઓની હાલત કફોડી છે. આ તો અમે પદ્ધતિસર અને સારું કામ કરીએ એ જોવાતું નથી. તેમને આવા આક્ષેપ લગાવવાનો કઈ હક નથી, તેમની સરકારના અધિકારીઓ પર પણ આક્ષેપો કર્યાં છે, તપાસ કરાવી લે અમને કોઈ વાંધો નથી કહી સામે પણ આક્ષેપો કર્યાં હતા.
મનસુખ વસાવાએ અનેક વખત અધિકારીઓ પણ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યાં છે
ઉલ્લેખનિય છે કે, ભરૂચ લોકસભા બેઠકના સાંસદ મનસુખ વસાવા આ પહેલા પણ અધિકારીઓ ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપ કરી ચુક્યા છે અને અનેક વખત વિવાદમાં પણ આવ્યા છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.