ધર્માંતરણ મુદ્દે BJP સાંસદ લાલઘૂમ:'ગરીબ આદિવાસીઓને પ્રલોભનો આપી ધર્માંતરણ કરાવે છે, લંડનના મુસ્લિમ સંગઠનો આર્થિક મદદ કરે છે, આવા તત્વોને સરકાર નહીં છોડે': મનસુખ વસાવા

વડોદરા16 દિવસ પહેલા
ભરૂચના સાંસદ મનસુખ વસાવા(ફાઇલ તસવીર)
  • યુવાનોને મૌલવી બનાવી આદિવાસીઓનું ધર્માંતરણ કરાવે છેઃ મનસુખ વસાવા

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં આવેલા કાંકરીયા ગામે હિન્દુ ધર્મમાંથી મુસ્લિમ ધર્મમાં ધર્માંતરણ કરાવવાના ષડયંત્રમાં ધાર્મિક કટ્ટરવાદીઓ વિરૂદ્ધ ભરૂચ જિલ્લા પોલીસે ગુનો દાખલ કર્યો છે. ભરૂચ પોલીસની સારી કામગીરી ગણાવી આવા ષડયંત્રને આ વિસ્તારમાંથી બંધ કરવા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આવા તત્વોને ઝડપી ગંભીર સજા કરવામાં આવશે. સરકારના નિયમોના વિરોધમાં આ કટ્ટરવાદીઓ દેશ વિરોધી કૃત્ય કરે છે. આવા ષડયંત્ર ચલાવનારાને અમે નહીં છોડીયે અને જાગૃતિ અંગેનું કામ કરીને ધર્માંતરણ કરીને ગયેલા આદિવાસીઓને પરત લાવવાનો પ્રયત્ન કરવાની પણ સાંસદ મનસુખ વસાવાએ વાત કરી હતી.

વિદેશમાંથી ફંડિંગ ભેગુ કરી ધર્માંતરણની પ્રવૃતિ ચાલતી હતી
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, આમોદના કાંકરીયા ગામમાં ઘણા સમયથી ધર્મના નામે ગેરકાયદેસર રીતે ધર્માંતરણ કરાવવા તેમજ મુસ્લિમ કટ્ટરવાદી લોકો વિદેશમાંથી ફંડિંગ ભેગુ કરીને ધર્માંતરણની અસામાજીક પ્રવૃતિ ચાલતી હોવાનું જાણવા મળ્યું હતું. મેં એક-બે વાર આ ગામમાં જઈને આદિવાસીઓને સમજાવવાની કોશિશ કરી હતી. તાજેતરમાં કાંકરીયા ગામના વસાવા હિન્દુ લોકોના 37 જેટલા કુટુંબોના 100થી વધારે લોકોને લોભ-લાલચ ઘર આપવાની તેમાં સુવિધા સભર સાધનો આપવાની વાત કરી મુંબઈ જેવા મોટા શહેરોમાં ફેરવી માઈન્ડ વોશ કરી નાખ્યું છે.

આમોદના કાંકરીયા ગામમાં ધર્માંતરણનું ષડયંત્ર ચાલતુ હતું
આમોદના કાંકરીયા ગામમાં ધર્માંતરણનું ષડયંત્ર ચાલતુ હતું

અમારી સરકાર ધર્મવિરોધી પ્રવૃત્તિ કરનારને નહીં છોડે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ અંગે પોલીસે હિન્દુ લોકોને મુસ્લિમ બનાવનાર તેમજ તેમા સહાય કરતા 9 જેટલા ઈસમો વિરૂદ્ધ આમોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કેટલાક પકડાયા છે કેટલાક ફરાર છે, પરંતુ, પોલીસ આ અંગે સઘન કાર્યવાહી કરી આ સમગ્ર ષડયંત્રમાં કોણ કોણ સામેલ છે, તમામને બહાર કાઢશે અને પોલીસની સાથે સરકાર છે અમારી સરકાર ધર્મવિરોધી પ્રવૃત્તિ કરનારને નહીં છોડે એવી ચીમકી પણ સાંસદે આડકતરી રીતે આપી છે.

યુવાનોને મૌલવી બનાવી આદિવાસીઓને ધર્માંતરણ કરાવે છેઃ મનસુખ વસાવા
યુવાનોને મૌલવી બનાવી આદિવાસીઓને ધર્માંતરણ કરાવે છેઃ મનસુખ વસાવા

100 લોકોના ધર્માંતરણની ઘટના ગંભીર છે
વધુમાં સાંસદે જણાવ્યું હતું કે,ગામેગામ આદિવાસી સમાજને જાગૃત કરવાની કામગીરી પણ કરીએ છે. આમોદના બીજા ગામોમાં આ લોકોએ અન્ય પરિવારોને ધર્માંતરણ કરવાની કોશિશ કરતા પૂર્વે અમને ખબર પડી જતા અમે તેને અટકાવી દીધું, પરંતુ, આ 100 લોકોના ધર્માંતરણની ઘટના ગંભીર છે. કોઈને છોડવામાં નહીં આવે.

(અહેવાલઃ પ્રવિણ પટવારી, રાજપીપળા)

અન્ય સમાચારો પણ છે...