તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • BJP MP Mansukh Vasava Receives Threats From Abroad After Statement To Bring Love jihad Law In Gujarat, Introduces Narmada Bharuch SP

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લવ-જેહાદ મુદ્દે ધમકી:ગુજરાતમાં લવ-જેહાદનો કાયદો લાવવાના નિવેદન બાદ BJP સાંસદ મનસુખ વસાવાને વિદેશમાંથી ધમકીઓ મળી, નર્મદા-ભરૂચ SPને રજૂઆત કરી

રાજપીપળા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવા - Divya Bhaskar
ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવા
  • ગુજરાત સરકાર લવ-જેહાદનો કાયદો લાવે તેવી ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ માંગ કરી હતી
  • વિદેશમાંથી 2 વખત અને ગુજરાતમાંથી મુસ્લિમ સંગઠનોનો પણ ફોન પર ધમકી મળી હતીઃ મનસુખ વસાવા

ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશની જેમ ગુજરાતમાં પણ રાજ્ય સરકાર લવ-જેહાદનો કાયદો લાવે તેવી માંગ સાથે ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ સ્ફોટક નિવેદનો કર્યાં હતા. હવે આ મુદ્દે મનસુખ વસાવાને વિદેશમાંથી ધમકીઓ મળી છે. આ બાબતે ભરૂચ અને નર્મદા બંને SPને તપાસ કરવા મનસુખ વસાવાએ રજૂઆત કરી છે.

વિદેશમાંથી બે વખત ધમકીઓ મળી છેઃ મનસુખ વસાવા
લવ-જેહાદ મામલે ધમકી મળી છે કે કેમ? એ મામલે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે. હા લવ જેહાદ મુદ્દે મને વિદેશમાંથી બે વખત અને ગુજરાતમાંથી મુસ્લિમ સંગઠનોનો પણ ફોન પર ધમકી મળી હતી. લવ-જેહાદનો મુદ્દામાં મે મુસ્લિમ સમાજના વિરોધની વાત નથી કરી, પરંતુ, હિન્દુ-મુસ્લિમ વચ્ચે અંતર દૂર થાય એ માટે મેં મુદ્દો ઉઠાવ્યો હતો. મેં માત્ર હિન્દુ સમાજની લાગણી રજૂ કરી હતી. મેં આ ધમકી મુદ્દે નર્મદા અને ભરૂચ પોલીસને જાણ કરી છે અને એ નંબર પણ આપ્યા છે.

વિદેશી તાકાતાના ઈશારે હિન્દુ યુવતીઓને ફસાવવાનું ષડયંત્ર દેશભરમાં ચાલે છે
ગુજરાતમાં લવ-જેહાદનો કાયદો બનવો જોઈએ, જેથી કોઇ હિન્દુ યુવતી લવ-જેહાદ જેવા ષડ્યંત્રનો ભોગ ન બને અને વિદેશી તાકાતોના ઈશારે કેટલાક મુસ્લિમ યુવાનો દ્વારા દેશની હિન્દુ યુવતીઓને ફસાવવાનું ષડ્યંત્ર આખા દેશમાં ચાલી રહ્યું છે. તેવી રજૂઆત મનસુખ વસાવા વારંવાર કરતા આવ્યા છે, ત્યારે તેમણે કહ્યું હતું કે, મારી પાસે એવા પણ દાખલા છે કે, કોઇ હિન્દુ યુવતી નાની-મોટી નોકરી કરતી હોય તો એની મજબૂરીનો ફાયદો ઉઠાવી એને પોતાના સકંજામાં લેતા હોય છે. 2-3 પત્ની ધરાવતા કેટલાક મુસ્લિમ યુવાનો હિન્દુ યુવતીઓને ફસાવીને ધર્મ પરિવર્તન પણ કરાવે છે.

સાંસદના નિવેદનને લઈને ભાજપના લઘુમતી મોરચાના કાર્યકરોમાં પણ રોષ ફેલાયો હતો
સંસદ મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, હું કોઈ ધર્મનો વિરોધી નથી, પણ આવી બાબતોનો વિરોધી છું. હિન્દુ છોકરીને કેવી રીતે સકંજામાં લેવી એ માટે લવ-જેહાદની તાલીમ અપાય છે. તાલીમબદ્ધ મુસ્લિમ યુવાનો જ આમ કરતા હોય છે. ભાજપના સાંસદ મનસુખ વસાવાએ લવ-જેહાદનો આ મુદ્દો ઉઠાવતા ખળભળાટ મચ્યો હતો. બીજી તરફ ભાજપના જ લઘુમતી મોરચાના કાર્યકરોમાં પણ રોષ ફેલાયો હતો. હવે ભાજપ સાંસદ મનસુખ વસાવાને લવ-જેહાદના મુદ્દે વિદેશમાંથી અને ગુજરાતમાંથી અમુક સંગઠનો દ્વારા ધમકીઓ મળી હોવાનું જાણવા મળ્યું છે.

અગાઉ ખોટા પ્રમાણપત્રોના આક્ષેપોને લઈને ધમકીઓ મળી હતી
ઉલ્લેખનીય છે કે, અગાઉ મનસુખ વસાવાએ આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો બાબતે ચારણ, ભરવાડ સમાજ પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. દરમિયાન એમને ફોન પર ધમકી મળી હતી, જોકે પોલીસે ધમકી આપનાર લોકોને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

ભાજપના MP મનસુખ વસાવાએ રાજીનામું પાછું ખેંચ્યું
ભાજપના વિવાદાસ્પદ સાંસદ મનસુખ વસાવાએ ગઈકાલે રાજીનામું આપી દીધું હતું, પરંતુ, પક્ષ-પ્રમુખે રાજીનામાનો અસ્વીકાર કર્યો હતો. ત્યાર બાદ આજે મનસુખ વસાવા અને મુખ્યમંત્રી વચ્ચે અડધો કલાકથી વધુ બેઠક મળી હતી. બેઠકમાં મનસુખ વસાવાની લાગણી અને માગણી અંગે સરકારે હકારાત્મક પ્રતિભાવ આપતાં અંતે તેઓ માની ગયા હતા અને રાજીનામું પરત ખેંચ્યું હતું. મનસુખ વસાવાએ ગઈકાલે જણાવ્યું હતું કે, નાદુરસ્ત તબિયતને લીધે હું મારા મતવિસ્તાર વધુ પ્રવાસ કરી શકું એવી સ્થિતિમાં નથી, મારા વિસ્તારના લોકોના પ્રશ્નો પણ હું હલ કરી શકું એમ નથી. હું ભાજપ પક્ષ અને મારા મતવિસ્તારના લોકોને જો ન્યાય ન અપાવું તો મારે પક્ષમાં રહેવાનો કોઈ અધિકાર નથી. મને ડોક્ટરે આરામ કરવાની સલાહ આપી છે.

(અહેવાલઃ પ્રવિણ પટવારી, રાજપીપળા)

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો