તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદિત નિવેદન:ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું: 'BTP-AIMIM બંને ગાંડા, ઓવૈશી બોલવામાં મર્યાદા રાખે, ચૂંટણી બાદ બંને પાર્ટીનું અસ્તિત્વ ખતમ થઇ જશે'

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવા - Divya Bhaskar
ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવા
  • BTP અને AIMIM અલગતાવાદી વિચારધારા ધરાવતી પાર્ટી છેઃ મનસુખ વસાવા

AIMIM અસદુદ્દીન ઔવેસીના ગુજરાત પ્રવાસ દરમિયાન ભાજપ, મોદી અને અમિત શાહને લઇને નિવેદનો કર્યાં હતા, ત્યારે ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ AIMIM અસદુદ્દીન ઔવેસીને બોલવામાં મર્યાદા રાખવાની સલાહ આપી છે. મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, BTP-AIMIM બંને તો ગાંડા છે.

મનસુખ વસાવાએ અસદુદ્દીન ઔવેસીને બોલવામાં મર્યાદા રાખવાની સલાહ આપી
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં BTPએ AIMIM સાથે ગઠબંધન કર્યું છે. ભરૂચ અને અમદાવાદ ખાતે BTPના છોટુ વસાવા અને AIMIM અસદુદ્દીન ઔવેસીએ જાહેરસભા સંબોધી ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો હતો. AIMIM અસદુદ્દીન ઔવેસીએ બન્ને જાહેરસભામાં ભાજપ, મોદી અને અમિત શાહ વિરૂદ્ધ બેફામ વાણી વિલાસ કર્યો હતો અને ગંભીર આક્ષેપો પણ લગાવ્યા હતા. AIMIM અસદ્ગુદિન ઔવેશીએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે, ગુજરાત ગાંધીનું છે મોદી કે અમિત શાહનું નહીં. અસદુદ્દીન ઔવેસીના આ નિવેદન બાદ ખળભળાટ મચ્યો હતો, ત્યારે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ AIMIMના અસદુદ્દીન ઔવેસીને બોલવામાં મર્યાદા રાખવાની સલાહ આપી હતી. એમણે જણાવ્યું હતું કે BTP-AIMIM તો ગાંડા છે.

AIMIMના અસદુદ્દીન ઔવેસી
AIMIMના અસદુદ્દીન ઔવેસી

BTP અને AIMIM અલગતાવાદી વિચારધારા ધરાવતી પાર્ટી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં BTP-AIMIM ગઠબંધન વિશે ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, એ ગઠબંધનથી કોંગ્રેસને ખૂબ મોટું નુકશાન જશે ભાજપને કોઈ જ ફરક નહીં પડે. એમણે વધુમાં જણાવ્યું હતું કે BTP-AIMIM અલગતાવાદી વિચારધારા ધરાવતી પાર્ટી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ બન્ને પાર્ટીનું અસ્તિત્વ ખતમ થઈ જશે, BTP-AIMIMની કોઈ હેસીયત નથી કે, ભાજપને ચૂંટણીમાં હરાવી શકે.

BTP અને AIMIM આવનારી ચૂંટણીમાં હાંસિયામાં ધકેલાઈ જશે
મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, BTP અને ઔવેસીની AIMIM બંને ગાંડા છે, તેઓ આવનારી ચૂંટણીમાં હાંસિયામાં ધકેલાઈ જશે. અસદ્ગુદિન ઔવેશીએ ભરૂચમાં જાહેરમાં એમ કહ્યું હતું કે, ગુજરાત તો ગાંધીનું અને છોટુભાઈ વસાવાનું છે, નરેન્દ્ર મોદી કે અમિત શાહનું નથી, ત્યારે આ મામલે મનસુખ વસાવાએ જણાવ્યું કે, નરેન્દ્ર મોદી વિશ્વ ફલકના નેતા છે, છોટુભાઈ સિમિત છે, તેઓ હજુી ઝઘડિયાથી બહાર નીકળી શકતા નથી. ઔવેશીએ બોલવામાં મર્યાદા રાખવી જોઈએ.

BTPના અધ્યક્ષ છોટુ વસાવા
BTPના અધ્યક્ષ છોટુ વસાવા

અસદુદ્દીન ઔવેસીને ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિનું જ્ઞાન નથી
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અસદુદ્દીન ઔવેસીને ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિનું જ્ઞાન નથી અને કઈ પાર્ટીને ક્યાં કેટલો જનધાર છે, એનો અભ્યાસ પણ કર્યો નથી. તેઓ એક પાગલ વ્યક્તિની માફક કહે છે કે, ગુજરાત તો છોટુભાઈ વસાવાનું છે. છોટુ વસાવાએ અત્યાર સુધી આદિવાસીઓને ઉશ્કેરવા સિવાય બીજું કોઈ કામ કર્યું નથી.

(અહેવાલઃ પ્રવિણ પટવારી, રાજપીપળા)

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો