તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

MLAના પુત્રની અપક્ષ ઉમેદવારી:વડોદરામાં ભાજપના ધારાસભ્યનો પુત્ર દીપક શ્રીવાસ્તવ બળવો કરીને અપક્ષ ચૂંટણી લડશે, મધુ શ્રીવાસ્તવે કહ્યું: 'ભાજપમાં 50 ટકા ટિકિટો સગાવાદ અને જાતિવાદમાં અપાઈ'

વડોદરાએક મહિનો પહેલા
વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપક શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી નોંધાવી.
  • મધુ શ્રીવાસ્તવ કહે છે, ગુજરાતમાં ઘણા એવા નેતાઓ છે, જેમનાં સગાંને ભાજપે ટિકિટ આપી છે
  • ભાજપના સંસદસભ્યના ભત્રીજાને ટિકિટ આપી છે અને મોટા પપ્પાના છોકરાને પણ ટિકિટ આપી છે

વડોદરા જિલ્લાના વાઘોડિયા બેઠકના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપક શ્રીવાસ્તવને ભાજપે ટિકિટ ન આપતાં અપક્ષ ચૂંટણી લડશે. આજે સવારે દીપક શ્રીવાસ્તવે બળવો કરીને વડોદરા શહેરના વોર્ડ નં-15માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ભાજપે તેમના પુત્રને ટિકિટ નહીં આપતાં મધુ શ્રીવાસ્તવ નારાજ છે. ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ગુજરાતમાં ઘણા એવા નેતાઓ છે, જેમનાં સગાંને ભાજપે ટિકિટ આપી છે. ભાજપે સંસદસભ્યના ભત્રીજાને ટિકિટ આપી છે અને મોટા પપ્પાના છોકરાને પણ ટિકિટ આપી છે. ભાજપમાં 50 ટકા ટિકિટો એવા લોકોને આપવામાં આવી છે, જેમાં સગાવાદ અને જાતિવાદ જોવા મળશે. દીપક શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, લોકશાહીમાં પાર્ટી નહીં પણ વ્યક્તિ મહત્વનો હોય છે.

વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને તેમનો પુત્ર દીપક શ્રીવાસ્તવ.
વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને તેમનો પુત્ર દીપક શ્રીવાસ્તવ.

સગાવાદના નામે બહાના કાઢીને મારા પુત્રની ટિકિટ કાપી છે
ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે મારો પુત્ર 10 વર્ષથી કોર્પોરેટર છે. 60 વર્ષથી ઉપર ઉંમર હોય, ત્રણ ટર્મ થઇ ગઇ હોય તો બરાબર છે, મારો પુત્ર યંગ છે છતાં સગાવાદના નામે ખોટા બહાના કરીને ટિકિટ કાપી એનું દુઃખ છે. દીપકને કોંગ્રેસે ટિકિટ આપવાનું નક્કી કર્યું છે, પણ તેમાંથી તે નહીં લડે, તે ભાજપમાંથી કે અપક્ષમાંથી ફોર્મ ભરશે. તે અપક્ષમાંથી જીતશે એ નક્કી છે અને આ વાડી વિસ્તારમાં ખૂબ સેવા કરી છે. અમે દરેક જાતિના લોકોની સેવા કરી છે.

ભાજપે ટિકિટ ન આપતાં દીપક શ્રીવાસ્તવ અપક્ષ ચૂંટણી લડશે.
ભાજપે ટિકિટ ન આપતાં દીપક શ્રીવાસ્તવ અપક્ષ ચૂંટણી લડશે.

પુત્રની ટિકિટ કપાતાં મધુ શ્રીવાસ્તવે નારાજગી દર્શાવી હતી
આ પહેલાં પણ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે નારાજગી દર્શાવતાં જણાવ્યું હતું કે ઘણી પાર્ટીઓ છે. એક જ પાર્ટી પર છાપ મારી નથી. હું ભાજપનો ધારાસભ્ય છું, અમે ભાજપને વફાદાર છીએ. ચૂંટાયા પછી પણ અમે ભાજપ સાથે જ રહેવાના છીએ. 6 તારીખ સુધીમાં કોઇક નવાજૂની થશે.

આજે સવારે દીપક શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.
આજે સવારે દીપક શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.

પુત્રની ટિકિટ કપાઈ જતાં મધુ શ્રીવાસ્તવ નારાજ થયા
વાઘોડિયા બેઠકના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપક શ્રીવાસ્તવ વડોદરાના વોર્ડ નંબર 15ના કાઉન્સિલર વર્તમાન કાઉન્સિલર છે. જોકે ભાજપે આજે જાહેર કરેલી યાદીમાં દીપક શ્રીવાસ્તવની ટિકિટ કપાઇ જતાં મધુ શ્રીવાસ્તવ નારાજ થયા છે, જેથી પુત્રને અપક્ષ ચૂંટણી લડાવશે.

પુત્રની ટિકિટ કપાતાં મધુ શ્રીવાસ્તવ નારાજ થયા છે.
પુત્રની ટિકિટ કપાતાં મધુ શ્રીવાસ્તવ નારાજ થયા છે.

રંજનબેને મોટા પપ્પાના છોકરા અને ભત્રીજાને ટિકિટ અપાવી
મારો પુત્ર વોર્ડ 15માં 10 વર્ષ સુધી કોર્પોરેટર રહ્યો અને શહેરમાં સૌથી વધુ વોટ દીપકને મળતા હતા છતાં ભાજપે ટિકિટ કાપી છે. દુ:ખ એટલા માટે છે કે, ભાજપે 50 ટકા ટિકિટ સગાને જ આપી છે. નિયમો બધા માટે સરખા હોવા જોઈએ. સાંસદ રંજનબેન ભટ્ટના ભત્રીજાને, તેમના મોટા પપ્પાના છોકરાને ટિકિટ આપી છે. > મધુ શ્રીવાસ્તવ, ધારાસભ્ય, વાઘોડિયા

​​​​​​​વિસ્તારના લોકોની લાગણી હોવાથી અપક્ષ ઉમેદવારી કરી
ભાજપે મને ટિકિટ નથી આપી, પણ મારા વિસ્તારના લોકોની લાગણી અને માગણીથી મેં અપક્ષ તરીકે ફોર્મ ભર્યું છે. મને કોંગ્રેસમાંથી ઓફર હતી, પણ જોડાવાનો નથી. મારી પ્રજા નારાજ છે. કારણ કે મને ભાજપે ટિકિટ ન આપી. > દીપક શ્રીવાસ્તવ,ધારાસભ્યનો પુત્ર

પાસા થશે તો પણ ફોર્મ પાછું નહીં ખેચું : રાજુ ઠક્કર
ભાજપે સતત બીજી ટર્મમાં ટિકિટ ન આપતાં રોષે ભરાયેલા શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય રાજુ ઠક્કરે જણાવ્યું હતું કે,હું ભાજપના વિરોધી નથી, પરંતુ ગાંધીનગરથી જે સ્કાયલેબ વોર્ડ 12માં આવ્યું છે તેનો વિરોધ છે અને બાકીના 3 ઉમેદવારો ભાજપના કાર્યકર છે. દર વખતે આયાતી ઉમેદવાર આવે તે સાંખી લેવામાં આવશે નહીં પાર્ટી તેમની સામે પાસા પણ કરાવી શકે છે તેવી દહેશત વ્યક્ત કરી ફોર્મ પાછું નહીં ખેચવા મક્કમતા બતાવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો