તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાજપના MLAનો CMને પત્ર:'BPLની યાદીમાં વહાલાં-દવલાંની નીતિ અપનાવી છે, સ્કૂલો મર્જ કરવાનો નિર્ણય તમારી જાણ બહાર લેવાયો હોય તેમ લાગે છે'

વડોદરા18 દિવસ પહેલા
સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે મુખ્યમંત્રી વિજય રૂપીણીને બે પત્ર લખ્યા છે
  • ધારાસભ્યએ મુખ્યમંત્રીને લખેલા પત્રોએ સરકારમાં ચાલતી આંતરિક જૂથબંધીને ખુલ્લી પાડી દીધી

સરકાર દ્વારા જરૂરિયાતમંદોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ મળી રહે તે માટે તાજેતરમાં બીપીએલ સ્કોર માટે સર્વે કરીને બનાવવામાં આવેલી યાદી રદ કરીને રિ-સર્વે કરીને બીજી યાદી બનાવવા અને પ્રાથમિક શાળાઓ મોટી શાળાઓમાં મર્જ ન કરવા માગણી કરતા પત્રો સાવલીના ભાજપના ધારાસભ્યએ મુખ્યમંત્રીને લખ્યા છે. તેઓએ બીપીએલ કાર્ડ અંગે પત્રમાં જણાવ્યું છે કે, બીપીએલ સ્કોર સર્વે કરીને તૈયાર કરવામાં આવેલી યાદીમાં વહાલાં-દવલાંની નીતિ અપનાવવામાં આવી છે. જ્યારે શિક્ષક દિન પહેલા જ પત્ર લખીને પ્રાથમિક સ્કૂલો મર્જ કરવાનો નિર્ણય મુખ્યમંત્રીની જાણ બહાર લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે. ધારાસભ્યએ મુખ્યમંત્રીને લખેલા પત્રોએ સરકારમાં ચાલતી આંતરિક જૂથબંધીને ખુલ્લી પાડી દીધી છે.

BPLમાં જરૂરિયાતમંદ લોકોનો સમાવેશ થયો નથી
વડોદરા જિલ્લાના સાવલીના ભાજપાના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજ્યના મુખ્યમંત્રીને લખેલા પત્રો પૈકી બીપીએલ કાર્ડ અંગેના લખેલા પત્રોમાં જણાવ્યું છે કે, સરકાર દ્વારા બીપીએલ સ્કોર માટે સર્વે કરીને યાદી બહાર પાડવામાં આવી છે. પરંતુ, આ યાદી વાહલા-દવલાની નીતિ મુજબ તૈયાર કરવામાં આવી છે. જે યાદી તૈયાર કરવામાં આવી છે. તેમાં ખરેખર જરૂરિયાતમંદ લોકોનો સમાવેશ થયો નથી અને જે આર્થિક રીતે સુખી સંપન્ન છે. તેવા લોકોનો બીપીએલમાં સમાવેશ થઇ ગયો છે. જેથી બીપીએલ સ્કોર માટે રિ-સર્વે કરીને બીજી યાદી તૈયાર કરવામાં આવે. જેથી જરૂરીયાતમંદોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળી રહે.

ધારાસભ્યએ મુખ્યમંત્રીને લખેલા પત્રોએ સરકારમાં ચાલતી આંતરિક જૂથબંધીને ખુલ્લી પાડી દીધી
ધારાસભ્યએ મુખ્યમંત્રીને લખેલા પત્રોએ સરકારમાં ચાલતી આંતરિક જૂથબંધીને ખુલ્લી પાડી દીધી

જરૂરિયાતમંદોને આવાસનો લાભ મળ્યો નથી
તેમણે આ પત્રમાં એમ પણ જણાવ્યું છે કે, કોઇ પણ વ્યક્તિ ઘર વિહોણો રહેવો જોઇએ નહીં, ત્યારે સર્વે કરીને જરૂરીયા મંદોને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ આપવામાં આવે. યાદી મુજબ જે લોકોને આવાસ યોજનાનો લાભ મળવો જોઇએ. પરંતુ, યાદી મુજબ જરૂરિયાતમંદોને આવાસનો લાભ મળ્યો નથી. તો સર્વે કરીને જરૂરિયાતમંદોને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ આપવામાં આવે.

સર્વે કરીને જરૂરિયાતમંદોને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ આપવાની માગ કરી
સર્વે કરીને જરૂરિયાતમંદોને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ આપવાની માગ કરી

શાળાઓ મર્જ કરવામાં ન આવે તેવી માગણી કરી
બીજા એક પત્રમાં તેમણે પ્રાથમિક શાળાઓને મોટી શાળાઓમાં મર્જ કરવા સામે વાંધો ઉઠાવ્યો છે. તેમણે જણાવ્યું છે કે, સાવલી તાલુકો ભૌગોલિક દ્રષ્ટીએ મોટો છે. તાલુકામાં 114 ગ્રામ પંચાયતો આવેલી છે. અને અસંખ્ય પેટાપરાના ગામો આવેલા છે. પેટપરાના ગામો એકબીજાથી ગામોથી ઘણાં દૂર છે. જો તે ગામની શાળા અન્ય ગામની શાળામાં મર્જ કરવામાં આવશે તો તે ગામના બાળકો શિક્ષણથી વંચિત રહી જશે. શાળાઓ મર્જ કરવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે. તે આપની જાણ બહાર લેવામાં આવ્યો હોય તેમ લાગી રહ્યો છે. ત્યારે શાળાઓ મર્જ કરવામાં ન આવે તેવી મારી માગણી છે.

પ્રાથમિક શાળાઓને મોટી શાળાઓમાં મર્જ કરવા સામે વાંધો ઉઠાવ્યો
પ્રાથમિક શાળાઓને મોટી શાળાઓમાં મર્જ કરવા સામે વાંધો ઉઠાવ્યો
અન્ય સમાચારો પણ છે...