તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવવધારાનો વિરોધ:ભાજપના સભ્યો અને વોટરોને મફત દૂધ આપી વિરોધ કરાશે

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરની ટીમ રિવોલ્યુશન સંસ્થા દ્વારા 1 લિટર પેટ્રોલ મફત આપી ભાવવધારાનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ દૂધના ભાવમાં પણ રૂા.2 થી રૂા.4નો વધારો ઝીંકાતાં સંસ્થા દ્વારા દૂધ પણ લોકોને મફતમાં આપવાની જાહેરાત કરાઈ છે.

સંસ્થા દ્વારા 4 જુલાઈના રોજ સવારે 11 વાગે ગોરવા આઈટીઆઈ પાસે આવેલી જયનારાયણ સોસાયટી પાસે મફતમાં 4-5 હજાર દૂધની થેલીનું વિતરણ કરવામાં આવશે. મફત દૂધ માટે સંસ્થા દ્વારા એક સ્કીમ રાખવામાં આવી છે. જેમાં જે વ્યક્તિનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સેલ્ફી ધરાવતો ફોટો હશે તે વ્યક્તિને 10 થેલી દૂધ આપવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે સેલ્ફી ધરાવતો ફોટો હશે તે વ્યક્તિને 5 થેલી દૂધ આપવામાં આવશે. ધારાસભ્ય સાથે સેલ્ફી ફોટો હશે તેને 3 થેલી અને કોર્પોરેટર સાથેનો ફોટો હશે તેને 2 થેલી દૂધ આપવામાં આવશે. જ્યારે જે વ્યક્તિ પાસે કોઈ પણ રાજકારણી સાથે ફોટો ન હોય, પરંતુ તે વ્યક્તિ બોલશે કે બહુત હુઈ મહંગાઈ કી માર-અબકી બાર મહંગી સરકાર તેને પણ 1 થેલી દૂધની આપવામાં આવશે. તેમાં તમામ ભારતીય જનતા પાર્ટીના ખેસ અને કાર્ડ લઈને આવશે તેને પણ દૂધની થેલી આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...