તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સત્તાના નશામાં સોશિયલ ડિસ્ટન્સ ભૂલાયુ:વડોદરામાં સરઘસ કાઢીને ભાજપે ઠેર-ઠેર જીતની ઉજવણી કરી, એકપણ ઉમેદવારે માસ્ક ન પહેર્યું, આતાશબાજી અને ઢોલ-નગારા સાથે જીતનું જશ્ન કર્યું

વડોદરા6 દિવસ પહેલા
 • પહેલા તબક્કામાં કોંગ્રેસે ભાજપને ટક્કર આપતા કોંગ્રેસના ઉમેદવારો, અગ્રણીઓ ગેલમાં આવી ગયા હતા
 • બીજા તબક્કામાં ભાજપ આગળ નિકળી જતા ભાજપના કાર્યકરો ગેલમાં આવી ગયા

વડોદરા મહાનગરપાલિકા પર ભાજપે ફરી એકવાર સત્તા મેળવી છે, જેને લઈને ભાજપના ઉમેદવારો અને કાર્યકરો ગેલમાં આવી ગયા છે અને શહેરમાં ઠેર-ઠેર ઉજવણી થઈ રહી છે. બીજી તરફ વોર્ડ નં-1માં કોંગ્રેસની પેનલ આવતા કોંગ્રેસે પણ ઉજવણી કરી હતી. જોકે બંને પક્ષની ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા હતા.

સોશિયલ ડિસ્ટન્સનો સરેઆમ ભંગ થતો જોવા મળ્યો
વડોદરા શહેરમાં ભાજપનો વિજય થતાં ભાજપના ઉમેદવારો અને કાર્યકરોએ એકબીજાના મોં મીઠા કરાવીને શુભકામના પાઠવી હતી અને ઢોલ-નગારાના તાલે ઉજવણી કરી હતી. જોકે ઉજવણી દરમિયાન કાર્યકરો અને ઉમેદવારો માસ્ક વિના જોવા મળ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સનો સરેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો.

ભાજરના કાર્યકરોએ ફટાકડા ફોડીને જીતની ઉજવણી કરી હતી
ભાજરના કાર્યકરોએ ફટાકડા ફોડીને જીતની ઉજવણી કરી હતી

બીજા તબક્કાથી હાર દેખાતા કોંગ્રેસમાં નિરાશા વ્યાપી
શરૂઆતમાં પહેલા તબક્કામાં કોંગ્રેસે ભાજપને ટક્કર આપતા કોંગ્રેસના ઉમેદવારો, અગ્રણીઓ ગેલમાં આવી ગયા હતા. જોકે, બીજા તબક્કામાં કોંગ્રેસનો રીતસરનો રકાસ જોવા મળ્યો હતો અને ભાજપ જીતી જતા કોંગ્રેસમાં નિરાશા વ્યાપી ગઈ હતી અને ભાજપમાં ખુશી જોવા મળી હતી.

વડોદરામાં ઢોલ-નગારાના તાલે જીતની ઉજવણી થઈ રહી છે
વડોદરામાં ઢોલ-નગારાના તાલે જીતની ઉજવણી થઈ રહી છે
ભાજપના ઉમેદવારો માસ્ક પહેરવાનું ભૂલ્યા હતા
ભાજપના ઉમેદવારો માસ્ક પહેરવાનું ભૂલ્યા હતા
કોંગ્રેસના ઉમેદવારોએ પણ માસ્ક પહેર્યા નહોતા
કોંગ્રેસના ઉમેદવારોએ પણ માસ્ક પહેર્યા નહોતા
મતગણતરી કેન્દ્ર બહાર કોંગ્રેસે વોર્ડ નં-1ની જીતની ઉજવણી કરી હતી
મતગણતરી કેન્દ્ર બહાર કોંગ્રેસે વોર્ડ નં-1ની જીતની ઉજવણી કરી હતી
ભાજપના જીતેલા ઉમેદવારોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો
ભાજપના જીતેલા ઉમેદવારોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો