તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરોક્ષ નહીં પ્રત્યક્ષ:પહેલીવાર APMC ચૂંટણીમાં ભાજપનો 12 સભ્યોને મેન્ડેટ

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રદેશ પ્રમુખની જાહેરાત બાદ વડોદરાથી અમલ
  • 16 બેઠક માટે 38 ઉમેદવારીપત્ર ભરાયાં, આજે ચકાસણી

સહકારી ક્ષેત્રમાં પ્રથમ વખત ભાજપ પક્ષે મેન્ડેટ આપીને સત્તાવાર પગપેસારો કર્યો છે. આ પહેલા સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં અંદરખાને ભાજપ અને કોંગ્રેસ પોતાના ઉમેદવારો ઉભા રાખતી હતી. પરંતુ પાર્ટી સામે ચાલીને કોઈ ઉમેદવાર તેની પાર્ટી સાથે જોડાયેલો છે તેવું જાહેર કરતી ન હતી અને પેનલના નામે ચૂંટણી લડાતી હતી. ત્યારે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની જાહેરાત બાદ વડોદરા એપીએમસીની ચૂંટણીમાં પ્રથમ વખત સહકારી મંડળી વિભાગ અને ખેડૂત વિભાગમાં કુલ 12 સભ્યોને મેન્ડેટ આપ્યો છે. આગામી દિવસમાં વેપાર વિભાગમાં પણ ભાજપ મેન્ડેટ આપે તેવી સંભાવના છે.

વડોદરા એપીએમસીના ડિરેક્ટરોની ચૂંટણીમાં રવિવારના રોજ 16 બેઠક માટે 38 ફોર્મ ભરાયા છે. ચાલુ વર્ષે પણ સહકારી મંડળી વિભાગમાંથી સંઘના નજીકના ગણાતા શૈલેષ ગોવિંદભાઈ પટેલ (પોર)ને ભાજપ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે, વડોદરા એપીએમસી પ્રમુખની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય છે. ગત ચૂંટણી 30 એપ્રીલ 2016 એ યોજાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે શૈલેષ પટેલ (પોર)ના પત્ની તરલાબેન પટેલ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં. સોમવારના રોજ એપીએમસીની ચૂંટણીમાં ફોર્મની ચકાસણી કરવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે, અત્યાર સુધી એપીએમસીની ચૂંટણીમાં કોઈ પક્ષ પોતાના ઉમેદવારને મેન્ડેટ આપતું નહતું. પહેલી વખત એપીએમસીની ચૂંટણીમાં ભાજપ પાર્ટી દ્વારા મેન્ડેટ અપાયું છે. જેમાં સહકારી મંડળી વિભાગમાં શૈલેષ ગોવિંદભાઈ પટેલ (પોર) અને યોગેશ ચીમનભાઈ પટેલને મેન્ડેટ અપાયો છે. જ્યારે ખેડૂત વિભાગમાં જીજ્ઞાશાબેન કમલેશભાઈ પટેલ, મહેન્દ્ર રાવજીભાઈ પટેલ ,સંજય ભોગીલાલ પટેલ, ઈન્દ્રવદન ગોકળભાઈ પટેલ, મુકંુદ રાવજીભાઈ પટેલ, ઘનશ્યામ બાબરભાઈ પટેલ, નરેન્દ્ર છીતાભાઈ પટેલ, નીતીન જેઠાભાઈ પટેલ, ચંદ્રેશ જેઠાભાઈ પટેલ અને કલ્પનાબેન પ્રકાશભાઈ પટેલને ભાજપે મેન્ડેટ આપ્યું છે.

ઉલ્લેખનિય છે કે, 6 સપ્ટેમ્બરના રોજ નિયુક્તિ પત્રોની ચકાસણી કરવામાં આવશે. ત્યાર બાદ 9 સપ્ટેમ્બરના રોજ નિયુક્તિ પત્રો પરત ખેંચવાની તેમજ ઉમેદવારોની આખરી યાદી પ્રસિધ્ધ કરવાની તારીખ છે. અંતે 17 સપ્ટેમ્બરના રોજ સયાજીપુરા એપીએમસી ખાતે ચૂંટણી યોજાશે. 18 સપ્ટેમ્બરના રોજ ચૂંટણીની મતગણતરી કરવામાં આવશે. મતગણતરી પૂરી થયા બાદ તુરંત જ ચૂંટણી અધિકારી દ્વારા પરિણામોની જાહેરાત કરી દેવામાં આવશે.

આજે ત્રણ વિભાગમાં 38 ફોર્મ ભરાયાં
વિભાગબેઠકફોર્મ
વેપાર411
ખેડૂત1023
સહકારી24
અન્ય સમાચારો પણ છે...