તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીતના ઉન્માદમાં કોરોના ભૂલાયો:બરોડા ડેરીની ચૂંટણીમાં ફરી એકવાર ભાજપ પ્રેરિત પેનલનો વિજય, ઉમેદવારોએ વિજય સરઘસ કાઢ્યું, પોલીસની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાવ્યા

વડોદરા3 મહિનો પહેલા
વિજય સરઘસ કાઢતા સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાવ્યા હતા - Divya Bhaskar
વિજય સરઘસ કાઢતા સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાવ્યા હતા
 • પાદરા બેઠકની રસાકસીભરી ચૂંટણીમાં દિનેશ પટેલ(દિનુ મામા)નો વિજય
 • 6 બેઠક પર ભાજપ પ્રેરિત ઉમેદવાર અને 1 બેઠક પર કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારની જીત

બરોડા ડેરીની ચૂંટણીમાં ફરી એકવાર ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો છે. જેમાં 6 બેઠક પર ભાજપ પ્રેરિત પેનલના ઉમદવાર અને 1 બેઠક પર કોંગ્રેસ પ્રેરિત પેનલના ઉમેદવારનો વિજય થયો છે. પાદરા બેઠકની રસાકસીભરી ચૂંટણીમાં દિનેશ પટેલ(દિનુ મામા)નો વિજય થયો છે. જોકે, જીતના ઉન્માદમાં આવીને ઉમેદવારોએ વિજય સરઘસ કાઢતા સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા હતા અને કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપ્યું હતું.

મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડતા સોશિયલ ડિસ્ટન્સ ન જળવાયું
સોમવારે બરોડા ડેરીની 7 બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં 99.49 ટકા મતદાન થયું હતું, ત્યારબાદ આજે સવારે મતગણતરી શરૂ થઈ હતી.આ સમયે મોટી સંખ્યામાં ઉમેદવારો અને તેમના સમર્થકો ઉમટી પડ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. માત્ર એક કલાકમાં જ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી અને ભાજપ પ્રેરિત પેનલના 6 ઉમેદવારને વિજયી જાહેર કરાયા હતા. જ્યારે કોંગ્રેસ પ્રેરિત પેનલના એક ઉમેદવારને વિજયી જાહેર કરાયો હતો.

પોલીસની હાજરીમાં જ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો હતો
પોલીસની હાજરીમાં જ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો હતો

ઉમેદવારોએ વિજય સરઘસ કાઢ્યું
ભાજપ પ્રેરિત પેનલનો વિજય થતાં સુગમ ગેટથી ડેરી ગેટથી સરઘસ કાઢ્યું હતું. આ સમયે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. આમ જીતના ઉન્માદમાં કોરોના ભૂલાઈ ગયો હતો.

વિજેતા ઉમેદવારોની યાદી
વિજેતા ઉમેદવારોની યાદી
ભાજપ પ્રેરિત પેનલનો વિજય થતાં ઉજવણી
ભાજપ પ્રેરિત પેનલનો વિજય થતાં ઉજવણી
વિજય સરઘસ કાઢીને કોરોના ગાઈડલાઈનનો ભંગ કર્યો
વિજય સરઘસ કાઢીને કોરોના ગાઈડલાઈનનો ભંગ કર્યો
મોટી સંખ્યામાં સમર્થકો એકત્ર થઈ જતા સોશિયલ ડિસ્ટન્સ ન જળવાયું
મોટી સંખ્યામાં સમર્થકો એકત્ર થઈ જતા સોશિયલ ડિસ્ટન્સ ન જળવાયું
વિજેતા ઉમેદવાર દિનેશ પટેલનું સમર્થકોએ સ્વાગત કર્યું હતું
વિજેતા ઉમેદવાર દિનેશ પટેલનું સમર્થકોએ સ્વાગત કર્યું હતું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો