તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બરોડા ડેરીની ચૂંટણીમાં ફરી એકવાર ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો છે. જેમાં 6 બેઠક પર ભાજપ પ્રેરિત પેનલના ઉમદવાર અને 1 બેઠક પર કોંગ્રેસ પ્રેરિત પેનલના ઉમેદવારનો વિજય થયો છે. પાદરા બેઠકની રસાકસીભરી ચૂંટણીમાં દિનેશ પટેલ(દિનુ મામા)નો વિજય થયો છે. જોકે, જીતના ઉન્માદમાં આવીને ઉમેદવારોએ વિજય સરઘસ કાઢતા સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા હતા અને કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપ્યું હતું.
મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડતા સોશિયલ ડિસ્ટન્સ ન જળવાયું
સોમવારે બરોડા ડેરીની 7 બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં 99.49 ટકા મતદાન થયું હતું, ત્યારબાદ આજે સવારે મતગણતરી શરૂ થઈ હતી.આ સમયે મોટી સંખ્યામાં ઉમેદવારો અને તેમના સમર્થકો ઉમટી પડ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. માત્ર એક કલાકમાં જ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી અને ભાજપ પ્રેરિત પેનલના 6 ઉમેદવારને વિજયી જાહેર કરાયા હતા. જ્યારે કોંગ્રેસ પ્રેરિત પેનલના એક ઉમેદવારને વિજયી જાહેર કરાયો હતો.
ઉમેદવારોએ વિજય સરઘસ કાઢ્યું
ભાજપ પ્રેરિત પેનલનો વિજય થતાં સુગમ ગેટથી ડેરી ગેટથી સરઘસ કાઢ્યું હતું. આ સમયે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. આમ જીતના ઉન્માદમાં કોરોના ભૂલાઈ ગયો હતો.
ે
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.