તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મથામણ:મેયરપદનું એસટી રિઝર્વેશન બદલવા ભાજપે જોર લગાવ્યું

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વોર્ડ 15માં એક જ બેઠક એસટી ઉમેદવાર માટે હોવાથી મથામણ
 • એસસી અથવા જનરલ કેટેગરીના રોટેશન માટે કવાયત

ચૂંટણી પૂર્વે મેયર પદને લઈને રાજકીય ગરમાવો ફેલાઈ ગયો છે . એસ ટી રિર્ઝવેશન માટે એક જ પુરુષ બેઠક હોવાથી રોટેશન બદલવા ભાજપે કવાયત શરૂ કરી છે. 2010માં બંને ટર્મ એટલે કે અઢી અઢી વર્ષ મેયર પદ જનરલ કેટેગરી અને મહિલા માટે અનામત હતું. પાલિકાની ચૂંટણી જાહેર થઇ ચૂકી છે અને તેમાં મેયરપદ એસટી ના ઉમેદવાર માટે અનામત હોવાનું ખુલ્યું છે અને આ પદ પુરુષ ઉમેદવાર માટે એકમાત્ર વૉર્ડ ન.15 માં જ અનામત છે અને તેમાં જો પુરુષને મેયર બનાવવાના હોવાથી જે જીતે એ સીધા મેયર બની શકે છે.

વૉર્ડ ન.15માં 4 બેઠક માટે થયેલી 49ની દાવેદારીમાં એસ ટી ના 24 લોકોએ દાવેદારી નોંધાવી હતી. પાલિકામાં અત્યાર સુધી એકપણ વખત એસ ટી કેટેગરીમાંથી મેયર બન્યા નથી. આ સંજોગોમાં, રોટેશન બદલવા માટે ભાજપી મોરચે પ્રયાસો શરૂ થઈ ગયા છે અને જનરલ અથવા એસ સી કેટેગરી મુકાય તેવા પ્રયાસ થઇ રહ્યા હોવાનું સપાટી પર આવ્યું છે.પાલિકાના સૂત્રો મુજબ ચૂંટણી પંચ મેયરપદ માટે કેટેગરી બદલી શકે છે. જો એસ સી કેટેગરી થાય તો વોર્ડ 9ની એસ સી બેઠક દાવેદારી માટે મહત્ત્વની બની શકે છે.

ભાજપના પીઢ કાર્યકરોને સંગઠન સામેથી મળવા જશે
વડોદરા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પૂર્વે જ 60 વર્ષથી વધુ ઉંમરના કાર્યકર, સતત ત્રણ ટર્મથી ચૂંટણી લડે છે તેવા અને પદાધિકારી કે હોદ્દેદારના સગાને ટિકિટ નહીં આપવાનું પણ ફરમાન કર્યું હતું. પાલિકામાંથી 12 પૂર્વ કોર્પોરેટરો એવા હતા કે જેમની ઉંમર 60 વટાવી ચૂકી છે.

આ સિવાય, જેમની ઉંમર 60 વર્ષ થઈ છે અને સગાવાદમાં નામ આવ્યું છે તેવા કેટલાયે આગેવાનોના નામોની ચર્ચા પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. ચૂંટણી પૂર્વે આવા આગેવાનો અને કાર્યકરો નિષ્ક્રિય ન થાય તે માટે ટીમ વડોદરા અને આવા કાર્યકરોના ઘરે જઇ નારાજગી દૂર કરવાનું કામ સોપાયું છે અને આવા આગેવાનો ને શાબ્દિક લોલીપોપની રણનીતિ અમલમાં મુકવાની ટકોર કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો