PMની સુરક્ષામાં ચૂકના મુદ્દે વિરોધ:વડોદરામાં કોરોનાના વધતા કેસો વચ્ચે ભાજપે મશાલ રેલી કાઢી, સોશિયલ ડિસ્ટન્સ ન જળવાયું

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
વડોદરામાં ભાજપ દ્વારા મશાલ રેલી કાઢવામાં આવી હતી - Divya Bhaskar
વડોદરામાં ભાજપ દ્વારા મશાલ રેલી કાઢવામાં આવી હતી
  • રેલીમાં વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ સહિત મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકરો જોડાયા

બુધવારે પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાને રોકવામાં આવ્યો હતો. તેને લઈને દેશભરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે ત્યારે વડોદરામાં ભાજપ દ્વારા મશાલ રેલી કાઢવામાં આવી હતી. જેમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાયું નહોતું.

મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકરો જોડાયા
વડોદરા શહેરમાં એક તરફ કોરોનાના કેસો વધી રહ્યા છે, ત્યારે વડોદરામાં ભાજપે રેલી કાઢતા કોરોના વિસ્ફોટ થઇ શકે છે. આ રેલીમાં વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ સહિત મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકરો જોડાયા હતા. આ રેલી કીર્તિસ્તંભથી શરૂ થઇ હતી અને ભગતસિંહ ચોક, લાલકોર્ટ ખાતે પૂર્ણ થઇ હતી અને રેલીમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાયું નહોતું.

શહેરમાં મોદીના બેનર લાગ્યા
શહેરમાં મોદીના બેનર લાગ્યા

ભાજપ દ્વારા દેશભરમાં વિરોધ
ઉલ્લેખનિય છે કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો બુધવારે લગભગ 20 મિનિટ સુધી ઘણી જ અસુરક્ષિત જગ્યાએ રોકાયો હતો. પંજાબમાં ફિરોઝપુર જિલ્લાની અંદર મુદકીની પાસે નેશનલ હાઈવે પર જે જગ્યાએ PMને રોકાવું પડ્યું હતું તે હાઈલી સેન્સેટિવ ઝોન છે. જેને લઇને આજે ભાજપ દ્વારા દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે.

રેલીમાં વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ સહિત મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકરો જોડાયા
રેલીમાં વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ સહિત મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકરો જોડાયા

સાંસદ, મેયર અને ધારાસભ્યો રેલીમાં હાજર રહ્યા
રેલીમાં પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્, વડોદરા મહાનગર સહ પ્રભારી દર્શનાબેન દેશમુખ, શહેર અધ્યક્ષ ડૉ.વિજયભાઈ શાહ, રાજ્ય સરકારના પ્રભારી મંત્રી પ્રદિપભાઈ પરમાર, મંત્રી મનીષાબેન વકીલ, સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર કેયુર રોકડીયા, ધારાસભ્યો યોગેશભાઈ પટેલ, જીતુભાઈ સુખડીયા, સીમાબેન મોહિલે, પ.પુ. 108 શ્રી પંકજકુમાર ગોસ્વામી, સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતાં.

વડાપ્રધાન મોદીની સુરક્ષા અને દીર્ઘાયુષ્યની પ્રાર્થના કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર ભગવાન ભોળાનાથની કૃપા દ્રષ્ટિ કાયમ માટે બની રહે તે માટે વોર્ડ નંબર-2 માં કૈલાશપતિ મહાદેવ મંદિર ખાતે સાંસદ રંજનબેન ભટ્ટ અને ધારાસભ્ય જીતુભાઈ સુખડીયાની ઉપસ્થિતિમાં મહામૃત્યુંન્જય જપ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ઉપરાંત વોર્ડ 10 માં ઇસ્કોન મંદિર ખાતે દંડક ચિરાગ ભાઈની ઉપસ્થિતિમાં, વોર્ડ 12 માં કાશી વિશ્વનાથ મંદિર ખાતે સીમાબેન મોહિલેની હાજરીમાં તથા વોર્ડ 13 માં મદન ઝાપ રોડ ખાતે રામજી મંદિર માં કાર્યકરો એ ભેગા મળી મહામૃત્યુંન્જય જપ ના પાઠ કરી ભગવાન ભોળાનાથ પાસે વડાપ્રધાન મોદીની સુરક્ષા અને દીર્ઘાયુષ્યની પ્રાર્થના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...