નિવેદન:ભાજપ સરકારે ઉત્તરપ્રદેશમાં ન્યાય માગી રહેલા ખેડૂતોને મૃત્યુ દંડ આપ્યો છે, કોંગ્રેસ ખેડૂતોની સાથે રહેશેઃ અમિત ચાવડા

વડોદરા16 દિવસ પહેલા
કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં ગાંધીનગર ગૃહ ખાતે શહેર કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા
  • ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે

ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી વિસ્તારમાં ભાજપના મંત્રીના પુત્ર દ્વારા ખેડૂતો ઉપર કાર ચઢાવી 8 ખેડૂતોની કરેલી હત્યાના વિરોધમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં ગાંધીનગર ગૃહ ખાતે શહેર કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર દ્વારા ન્યાય માંગી રહેલા ખેડૂતોને મૃત્યુ દંડ આપવામાં આવ્યો છે. પરંતુ, કોંગ્રેસ ખેડૂતોની સાથે હતી અને રહેશે.

કોંગ્રેસના કાર્યકરોએ સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચારો કર્યાં
ઉત્તર પ્રદેશમાં લખીમપુર ખીરી ખાતે ભાજપાના મંત્રીના પુત્ર દ્વારા આંદોલન કારી ખેડૂતો ઉપર કાર ચઢાવી મોતને ઘાટ ઉતારી દેવાની ચકચારી ઘટનાના વિરોધમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં વડોદરાના ગાંધીનગર ગૃહ ખાતે ધરણા-સૂત્રોચ્ચારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથેના પ્લે કાર્ડ બેનર સાથે જોડાયા હતા. તે સાથે કોંગ્રેસ કાર્યકરો દ્વારા સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો.

ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે
ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે

પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા જોડાયા
ગાંધીનગર ગૃહ ખાતે બપોરે ચાર કલાકે આયોજીત ધરણાં પ્રદર્શન કાર્યક્રમે શહેરીજનોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. કોંગ્રેસના ભાજપ વિરોધી સૂત્રોચ્ચારે ઉત્તેજના ફેલાવી દીધી હતી. કોંગ્રેસના આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાગર બ્રહ્ણભટ્ટ, વિપક્ષી નેતા અમી રાવત, કાઉન્સિલરો ચંદ્રકાંત શ્રીવાસ્તવ, પુષ્પાબહેન વાઘેલા, બાલુભાઇ સુર્વે, જહાભાઇ ભરવાડ, અલકાબહેન પટેલ, કોંગ્રેસ અગ્રણીઓ નરેન્દ્ર રાવત, સત્યજીતસિંહ ગાયકવાડ, ઋત્વિજ જોષી, અમીત ગોટીકર સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો જોડાયા હતા. અને સરકાર વિરોધી દેખાવો-સૂત્રોચ્ચાર કર્યા હતા.

રાજ્ય અને દેશમાં ગાંધી ચિંદ્યા માર્ગે આંદોલનની ચીમકી
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતુ કે, ખેડૂતો પોતાનો ન્યાય માંગી રહ્યા છે, ત્યારે સરકારે ખેડૂતોને ન્યાય આપવાને બદલે તેઓને મોતને ઘાટ ઉતારી દેવાની સજા આપી છે. ભારત દેશની પ્રજા તેઓને ક્યારેય માફ કરશે નહીં. હંમેશ કોંગ્રેસનું સૂત્ર કિસાન સન્માન છે. કોંગ્રેસ હંમેશા ખેડૂતો સાથે રહી છે. અને રહેશે. ખેડૂતોને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્ય અને દેશમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે.

અન્ય સમાચારો પણ છે...