તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલિટીકલ:ભાજપ દ્વારા કોંગ્રેસના 11 ઉમેદવાર સામે વાંધા રજૂ

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બરોડા ડેરીની ચૂંટણીમાં ફોર્મની ચકાસણી
 • સત્તા પર રહેવા ખેલ કરાતો હોવાનો આક્ષેપ

બરોડા ડેરીની ચૂંટણીમાં સોમવારે કુબેર ભવનના છઠ્ઠા માળે ચૂંટણી અધિકારીની કચેરીમાં ઉમેદવારી પત્રોની ચકાસણી તેમજ વાંધાની સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં કોંગ્રેસના 11 ઉમેદવારો સામે વાંધા રજૂ કરવામાં આવતા આ ઉમેદવારોએ આક્ષેપ કર્યો હતો કે ભાજપની પેનલ કાયમ બરોડા ડેરીની સત્તામાં રહેવા માંગે છે. જેના પગલે તેઓએ પ્રથમ વખત કોંગ્રેસના 11 ઉમેદવારો સામે ખોટા વાંધા રજૂ કર્યાં છે. જ્યારે પાદરાના ધારાસભ્યે સામી છાતીએ આવી ચૂંટણી લડવા ચેલેન્જ આપી હતી.

બીજી તરફ ડેરીના વાઈસ ચેરમેન જી.બી.સોલંકીએ કોંગ્રેસના તમામ આક્ષેપો નકારી કાઢી વાંધા તો ભાજપના ઉમેદવારો સામે પણ થયા હોવાનું જણાવ્યું હતું. જોકે વાંધાનો ફેંસલો 8 ડિસેમ્બરના રોજ આવશે. પાદરાથી ઉમેદવારી નોંધાવનાર અને વડોદરા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નરેન્દ્ર મુખીએ આક્ષેપો કર્યાં હતાં કે, મારી સામે બરોડા ડેરીમાં થનારી એજીએમમાં હાજર ન રહેવાનો વાંધો છે. ખરેખર તો બરોડા ડેરીમાં પાંચ વર્ષે બે વખત યોજાનાર એજીએમમાં હું એક વખત હાજર રહ્યો હતો,પાદરાના ધારાસભ્ય જશપાલસિંહ પઢીયાર સામે તેઓ કોઈ સ્થાનિક મંડળીમાં બે વર્ષ સુધી પ્રમુખ ન હોવાથી ફોર્મ ભરી ન શકે તેવો વાંધો ઉઠાવ્યો હતો.

દૂધની ભેળસેળના વાંધા કોમન રહ્યાં
કોંગ્રેસના ઉમેદવારો સામે 7 જેટલા કોમન વાંધા દૂધની ભેળસેળને લઈને હતાં. જેમાં કોઈ મંડળીમાં 500 થી 700 સભાસદો હોય અને તેમાંથી એક સભાસદે દૂધમાં ભેળસેળ કરી હોય તો તે અંગે સભાસદ ઉમેદવાર ન હોવો જોઈએ. આ અંગે મંડળીને જવાબદાર ઠેરવી હોવાનો વાંધો ઉઠાવાયો હતો. ડેરીમાં પ્રથમ વખત ટેકેદારો સામે વાંધા રજૂ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો