આજથી સામાન્ય સભા:પાલિકાના ખાલી પ્લોટ ભાડે આપવા, અખાડાના વેરા માફ કરવા ભાજપના કોર્પોરેટરની દરખાસ્ત

વડોદરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બજેટ સાથે ભાજપ અને કોંગ્રેસની દરખાસ્તો પર ચર્ચા કરાશે
  • વેરાની બાકી વસૂલાત માટે પ્રોત્સાહક વળતર યોજનાની માગ

કોર્પોરેશનની બજેટ અંગેની સામાન્ય સભા શુક્ર અને શનિવારે મળશે. જે માટે પાછલા વેરાની બાકી વસૂલાતની પ્રોત્સાહક વળતર યોજના, અખાડાઓને વેરા માફી, ખાલી પ્લોટોને ભાડા આપવા માટેની દરખાસ્ત ભાજપના કાઉન્સિલરોએ, જ્યારે કોંગ્રેસે 314 દરખાસ્તો રજૂ કરી છે. ભાજપના કાઉન્સિલર ધર્મેશ પટણી અને હરેશ જીનગરે કરેલી 3 દરખાસ્તમાં વેરાની બાકી વસૂલાત માટે પ્રોત્સાહક વળતર યોજના છે. જેમાં જે મિલ્કતો બંધ રહે છે તેમાં કોર્ટ કેસ, લિક્વિડેશન, રેવન્યુ દાવા જેવા વિવિધ કારણોસર વેરા વસૂલાત બાકી રહે છે જે વસુલવા આ યોજનાની માંગ કરી છે.

ભાડા આકારણી પધ્ધતિના બાકી મિલકત વેરા પેટેની વ્યાજની રકમમાં 80% ઇન્સેન્ટીવ રિબેટ યોજના આપવામાં આવે જે પહેલા 100 ટકા હતી, ભાડા આકારણીમાં 95 ટકા રીબેટ અપાતી હતી જે 80 ટકા કરવાની દરખાસ્ત પણ કરાઇ છે. ક્ષેત્રફળ આધારિત આકારણી પધ્ધતિમાં 2003-04થી 2019-20 સુધીની બાકી રકમ પર રીબેટ યોજના અપાશે. જેમાં બિન રહેણાંક મિલક્તો માટે પાછલી બાકી ચઢેલા વ્યાજની રકમ 60 ટકા હતી તે ઘટાડીને 50 ટકા કરવાની દરખાસ્ત કરાઇ છે.

ઉપરાંત શહેરમાં સયાજીરાવના સમયમાં શરૂ થયેલી અખાડા પરંપરાને જીવંત રાખવા તેમને વેરામાંથી સંપૂર્ણ માફી આપવામાં આવે તેવી દરખાસ્ત થઇ છે. ઉપરાંત ટીપીના ખુલ્લા પ્લોટોને કામચલાઉ પરવાનગી પર ભાડે આપવાની માંગ કરાઇ છે. જેમાં આખા પ્લોટનું ભાડું રૂ.10 પ્રતિ ચો.મિ પ્રતિ દિન, ઓછામાં ઓછું 50 ચોરસ મીટર જેટલાં પ્લોટ ભાડે રાખવા માટે 50 ચોરસ મી.દીઠ રૂ. 3 પ્રતિ ચો.મી પ્રતિદિન આપવાની દરખાસ્ત રજૂ કરાઇ છે.

આઉટ ગ્રોથ વિસ્તારમાં સુવિધા માટે 1 હજાર કરોડની ગ્રાન્ટની દરખાસ્ત
કોર્પોરેશનના 2022-23ના બજેટ પર કોંગ્રેસે 314 દરખાસ્તો રજૂ કરી છે. બજેટ મંજૂર થતાં પહેલાં દરખાસ્તોને ધ્યાને લેવા સૂચવ્યું છે. નવા-જૂના મકાનોની બાકી આકારણી માટે 10 વર્ષને બદલે બે વર્ષનો વેરો ધ્યાને લેવો, જુના વેરા માટે વ્યાજ માફીની યોજના, લારી ગલ્લાવાળા અને ગરીબ આવાસ યોજનામાં લાગતો ન લેવી, સહકાર નગર આવાસ યોજના પૂર્ણ કરવી, સંજય નગર આવાસ યોજનાના સાત માળના ટેન્ડર પ્રમાણે જ મકાનો બનાવવા કહ્યું છે. ચાર દરવાજા વિસ્તારમાં લાઈનો બદલવા 5 કરોડનું રીવોલ્વીંગ ફંડ ઉભું કરવા, આઉટ ગ્રોથ વિસ્તારોમાં સુવિધાઓ માટે 1000 કરોડની ગ્રાન્ટ મેળવવા દરખાસ્તો મૂકી છે.

અન્ય સમાચારો પણ છે...