તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપમાં ભરતી મેળો:વડોદરાના વાઘોડિયામાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો કાર્યકરો આપમાં જોડાયા, ઇટાલિયાએ કહ્યું: 'હવે ગુજરાતની જનતાને વિકલ્પ મળતા આપમાં જોડાઇ રહ્યા છે'

વડોદરા3 મહિનો પહેલા
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના કોંગ્રેસના અગ્રણી સહિત અનેક કોંગ્રેસ અને ભાજપના કાર્યકરોએ આમ આદમી પાર્ટીની ટોપી ધારણ કરી
  • આપના કાર્યક્રમમાં કોઇ અપ્રિય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો

ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો પગપેસારો થતાં જ હરીફ રાજકીય પક્ષોની ઉંઘ હરામ થઇ ગઇ છે. આજે શુક્રવારે વડોદરાની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના કોંગ્રેસના અગ્રણી સહિત અનેક કોંગ્રેસ અને ભાજપના કાર્યકરોએ આમ આદમી પાર્ટીની ટોપી ધારણ કરી હતી. આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખે ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાને આમ આદમી પાર્ટીનો વિકલ્પ મળી ગયો હોવાથી લોકો વધુને વધુ લોકો પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. આ કાર્યક્રમ દરમિયાન કોઇ અપ્રિય ઘટના ન બને તે માટે શહેર પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત કાર્યક્રમ સ્થળે ગોઠવી દેવામાં આવ્યો હતો.

મોટી સંખ્યામાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આપમાં જોડાયા
નેશનલ હાઇવે ઉપર ભાઇકાકા પાર્ટી પ્લોટમાં આજે આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં વાઘોડિયાના કોંગ્રેસ અગ્રણી અને બરોડા ડેરીના ડિરેક્ટર રાજુ અલવા, પાદરા ભાજપાના અગ્રણી જયદીપસિંહ ચૌહાણ, વડોદરા જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય નિરંજન જોષી તેમજ વાઘોડિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રતનસિંહ સોલંકી સહિત મોટી સંખ્યામાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આપમાં જોડાયા હતા અને આમ આદમી પાર્ટીની ટોપી ધારણ કરી હતી.

ગુજરાતની જનતાને આમ આદમી પાર્ટીનો વિકલ્પ મળી ગયો હોવાથી લોકો વધુને વધુ લોકો પાર્ટીમાં જોડાઇ રહ્યા છે
ગુજરાતની જનતાને આમ આદમી પાર્ટીનો વિકલ્પ મળી ગયો હોવાથી લોકો વધુને વધુ લોકો પાર્ટીમાં જોડાઇ રહ્યા છે

હરીફ પક્ષો અમને લોકો સમક્ષ જતા રોકે છે. જે યોગ્ય નથી
પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભાઇકાકા પાર્ટી પ્લોટમાં આમ આદમી પાર્ટીના યોજાયેલા કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત રહેલા પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, કોર્પોરેશનની ચૂંટણીઓમાં સુરત શહેરમાં આપને સારી સીટો મળી છે. આમ આદમી પાર્ટીનું સંગઠન નાનું છે. લોકો મોટી સંખ્યામાં જોડાઇ રહ્યા છે. આમ આદમી પાર્ટી પાસે હરીફ પક્ષો જેટલું ફંડ પણ નથી. છતાં હરીફ પક્ષો દ્વારા અમને લોકો સમક્ષ જતા રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે યોગ્ય નથી.

ગુજરાતની પ્રજાને આમ આદમી પાર્ટી રૂપે વિકલ્પ મળી ગયો છે
તેમણે વધુમાં જણાવ્યું કે, એ વાત ચોક્કસ છે કે, ગુજરાતની સરકારથી ગુજરાતની જનતા ત્રાહિમામ પોકારી ગઇ છે. અત્યાર સુધી ગુજરાતની જનતા પાસે કોઇ વિકલ્પ ન હતો. પરંતુ, હવે ગુજરાતની પ્રજાને આમ આદમી પાર્ટી રૂપે વિકલ્પ મળી ગયો છે. આથી સમગ્ર ગુજરાતમાં જ્યાં પ્રવાસ કરીએ છે, ત્યાં ભાજપા અને કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાઇ રહ્યા છે. જેઓનું આમ આદમી પાર્ટી સ્વાગત કરે છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તમામ સીટો ઉપર ચૂંટણી લડવાની છે. અને ગુજરાતની વર્તમાન સરકારની ચોક્કસ પણ હાર થવાની છે તે પણ નક્કી છે.

અન્ય સમાચારો પણ છે...