તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
માંજલપુરના વોર્ડ નંબર 18 ના ભાજપના ઉમેદવારોની પેનલને વધુ એક વખત જનાક્રોશનો ભોગ બનવું પડ્યું હતું. બે દિવસ પૂર્વે જ માંજલપુરના વોર્ડ 18 ના ભાજપના ઉમેદવાર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડ સહિતની પેનલનો માણેજા ગામમાં ભારે વિરોધ થતાં ફેરણી ના રૂટને બદલી નાખવાની ફરજ પડી હતી.જયારે બુધવારે ભાજપના ઉમેદવાર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડ તેમની પેનલના ઉમેદવારોને લઈને અલવાનાકા અને કોતર તલાવડી વિસ્તારમાં ફરેણી માટે નીકળ્યા હતા.
જ્યાં સ્થાનિક રહીશોઅે ભાજપ હાય હાય ના નારા લગાવ્યા હતા.જેથી પરત ફરવાની ફરજ પડી હતી.મનહર નગરમાં કલ્પેશ પટેલ ફેરણી કરી રહ્યા હતા ત્યારે મહિલાઓએ પાણી રસ્તા સહિતના પ્રશ્નોનો ઉકેલ આવતો નથી તેવો આક્રોશ વ્યક્ત કર્યો હતો. મહિલાએ તો ભાજપની વોર્ડમાં પ્રમુખ અને મેં તમને5 વર્ષ પછી આજે જોયા છે તેમ સંભળાવ્યુ઼ હતું. મહિલાઓએગંદુ પાણી બતાવી રોષ ઠાલવતા ઉમેદવાર રવાના થઇ ગયા હતા.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.