તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રહીશોનો રોષ:BJP ઉમેદવારો માટે વાડી વાયડા પોળમાં પ્રવેશબંધી, બરાનપુરામાં ગંદા પાણીથી ત્રસ્ત લોકોનો વિરોધ

વડોદરા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 5 વર્ષ ન દેખાયા, હવે વોટ માગો છો

પાલિકાના વોર્ડ 14માં ભાજપના ઉમેદવારોને વાડી વાયડા પોળમાં સ્થાનિક રહીશોએ પ્રવેશ આપ્યો ન હોવાનું જાણવા મળ્યું છે. તેવી જ રીતે બરાનપુરા વિસ્તારમાં પણ ગંદા પાણીની સમસ્યાથી ત્રસ્ત લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. ભાજપના 5 વર્ષના શાસનમાં સ્થાનિક કાઉન્સિલરો વિસ્તારમાં દેખાયા ન હોવાનું અને સમસ્યાઓનો ઉકેલ લાવ્યા ન હોવાના મુુદ્દે અનેક જગ્યાએ ઉમેદવારોને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. વોર્ડ 14માં ભાજપની પેનલના જેલમ ચોકસી, નંદા જોશી, હરેશ જીનગર, સચિવ સોની વાડી વાયડા પોળમાં ગ્રૂપ મિટિંગ માટે ગયા હતા.

દરમિયાન સ્થાનિક લોકોએ 5 વર્ષ સુધી દેખાયા નથી, હવે વોટ માગવા આવી ગયા છે,તેવું ઉમેદવારોને સંભળાવી દીધું હતું. રહીશોનો રોષ પારખીને ઉમેદવારો મિટિંગ કરવાનું ટાળી રવાના થઇ ગયા હતા. તેવી રીતે બરાનપુરારમાં ગંદા પાણીની સમસ્યાના મુદ્દે ભાજપના ઉમેદવારોને રોષનો સામનો કરવો પડ્યો હતો. ફેરણીમાં ગયેલા ઉમેદવારોને વિસ્તાર છોડીને રવાના થઇ જવાનો વારો આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, 5 વર્ષમાં કોર્પોરેટરોએ વિસ્તારની સમસ્યાઓ પ્રત્યે ધ્યાન ન આપવાના કારણે 2021ની ચૂંટણી લડતા ઉમેદવારોને લોકરોષનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો