તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મધુ શ્રીવાસ્તવના પુત્રનું ઉમેદવારી ફોર્મ રદ્દ:ભાજપ સામે બળવો કરી અપક્ષ ઉમેદવારી કરનાર દિપક શ્રીવાસ્તવનું ફોર્મ 3 સંતાન હોવાના મુદ્દે રદ્દ, ચૂંટણી નહીં લડી શકે, સમર્થકોએ ચૂંટણી અધિકારીની ઓફિસમાં તોડફોડ કરી

વડોદરા25 દિવસ પહેલા
વડોદરા જિલ્લા પંચાયતમાં ચૂંટણી અધિકારીની ઓફિસમાં તોડફોડ થઈ હતી
 • ભાજપમાં બળવો કરીને અપક્ષ ઉમેદવારી કરનાર દિપક શ્રીવાસ્તવના ઉમેદવારી ફોર્મ સામે BJPના ઉમેદવારે વાંધો ઉઠાવ્યો હતો
 • દિપક શ્રીવાસ્તવના 3 સંતાનના મુદ્દે ફોર્મ રદ્દ કરવા માંગ કરી હતી
 • દિપક શ્રીવાસ્તવ કહે છે કે, તેઓ ડરી ગયા હોવાથી મારૂ ફોર્મ રદ્દ કરાવવા માટેના પ્રયાસ કરે છે

વડોદરામાં ભાજપ સામે બળવો કરી વોર્ડ નં-15માં અપક્ષ ઉમેદવારી કરનાર દિપક શ્રીવાસ્તવનું ફોર્મ 3 સંતાન હોવાના મુદ્દે ચૂંટણી અધિકારીએ રદ્દ કર્યું છે. હવે તેઓ ચૂંટણી નહીં લડી શકે. આ પહેલા વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપક શ્રીવાસ્તવના સામે વાંધા અરજીની સુનાવણી દરમિયાન તેમના સમર્થકોએ વડોદરા જિલ્લા પંચાયતમાં ચૂંટણી અધિકારીની ઓફિસમાં તોડફોડ કરી હતી. આ ઘટનાને પગલે ડીસીપી ઝોન-3 ડો. કરણરાજસિંહ વાઘેલા અને એસીપી મેઘા તેવાર સ્ટાફ સાથે દોડી આવ્યા હતા. વોર્ડ-15ની વાંધા અરજીની સુનાવણીમાં થયેલી તોડફોડ બાદ મોરચો સંભાળી લીધો હતો.

વિરોધીઓએ ફોર્મ રદ્દ કરાવવા માટે તમામ તાકાત લગાવી દીધી
મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, વિરોધીઓએ ફોર્મ રદ્દ કરાવવા માટે તમામ તાકાત લગાવી દીધી હતી, કોઇ ભૂલ થઇ હશે તો ફોર્મ રદ્દ કરવામાં આવ્યું છે. દિપક શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે,
મારા વકીલોએ તમામ દસ્તાવેજો રજૂ કર્યાં હતા. છતાં મારૂ ફોર્મ રદ્દ થયું છે.

અપક્ષ ઉમેદવાર દિપક શ્રીવાસ્તવના ઉમેદવારી ફોર્મ સામે BJPના ઉમેદવારે વાંધો ઉઠાવ્યો
વડોદરા શહેરમાં ભાજપ સામે બળવો કરીને અપક્ષ ઉમેદવારી કરનાર વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપક શ્રીવાસ્તવના ઉમેદવારી ફોર્મ સામે વોર્ડ નં-15ના BJP ઉમેદવાર આશિષ જોશીએ વાંધો ઉઠાવ્યો હતો અને દિપક શ્રીવાસ્તવને 3 સંતાનના હોવાના મુદ્દે ફોર્મ રદ્દ કરવા માંગ કરી હતી. બીજી તરફ ભાજપમાં બળવો કરીને વડોદરાના વોર્ડ નં-12માં અપક્ષ ઉમેદવારી કરનાર શિક્ષણ સમિતિના સભ્ય રાજેશ ઠક્કરનું ઉમેદવારી પત્ર રદ્દ થયું છે. આ ઉપરાંત વોર્ડ નં-9ના અપક્ષ ઉમેદવાર વિેરેન રામીનું ઉમેદવારી ફોર્મ નામંજૂર થયું છે.

ભાજપમાં બળવો કરીને અપક્ષ ઉમેદવારી કરનાર દિપક શ્રીવાસ્તવના ઉમેદવારી ફોર્મ સામે BJPના ઉમેદવારે વાંધો ઉઠાવતા ફોર્મ રદ્દ થયું
ભાજપમાં બળવો કરીને અપક્ષ ઉમેદવારી કરનાર દિપક શ્રીવાસ્તવના ઉમેદવારી ફોર્મ સામે BJPના ઉમેદવારે વાંધો ઉઠાવતા ફોર્મ રદ્દ થયું

દિપક શ્રીવાસ્તવે એફિડેવિટમાં બે સંતાનનો ઉલ્લેખ કર્યો, પણ 3 સંતાન હોવાની રજૂઆત
વડોદરા જિલ્લાના વાઘોડિયા બેઠકના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપક શ્રીવાસ્તવને ભાજપે ટિકિટ નહીં આપતા અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી, ત્યાર બાદ ભાજપે દિપક શ્રીવાસ્તવને સમજાવવાના પ્રયાસો કર્યાં હતા, પરંતુ દીપક શ્રીવાસ્તવ એકના બે થયા નહોતા અને અપક્ષ ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું. આજે ફોર્મ ચકાસણીના દિવસે વોર્ડ નં-15ના ભાજપના ઉમેદવાર આશિષ જોશીએ દિપક શ્રીવાસ્તવની ઉમેદવારી સામે વાંધો ઉઠાવ્યો હતો અને દિપક શ્રીવાસ્તવે એફિડેવિટમાં બે સંતાનનો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ, તેઓને 3 સંતાનના હોવાના મુદ્દે ફોર્મ રદ્દ કરવા માંગ કરી હતી અને આ અંગેના પુરાવા પણ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કર્યાં હતા.

દીપક શ્રીવાસ્તવના સમર્થકોએ તોડફોડ કરી હોવાના આક્ષેપ
દીપક શ્રીવાસ્તવના સમર્થકોએ તોડફોડ કરી હોવાના આક્ષેપ
વોર્ડ નં-15ના અપક્ષ ઉમેદવાર દિપક શ્રીવાસ્તવ
વોર્ડ નં-15ના અપક્ષ ઉમેદવાર દિપક શ્રીવાસ્તવ

ડરી ગયા હોવાથી મારૂ ફોર્મ રદ્દ કરાવવા માટેના પ્રયાસ કરે છે
વોર્ડ નં-15ના અપક્ષ ઉમેદવાર દિપક શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, હવે એમને બીક પેસી ગઇ છે કે, આ સીટ જાય છે, જેથી મારૂ ફોર્મ રદ્દ કરાવવા માટેના પ્રયાસ કર્યાં. મારા બે સંતાનો છે, તે સાચી રજૂઆત કરી છે. મારે એક પુત્ર અને એક પુત્રી જ છે તે હકીકત સાચી છે. પ્રજા મારી સાથે છે, મારી પ્રજા કહેશે તે હું કરીશ.

વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને પુત્ર દિપક શ્રીવાસ્તવ
વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને પુત્ર દિપક શ્રીવાસ્તવ

પુત્રની ટિકિટ કપાઇ જતાં મધુ શ્રીવાસ્તવ નારાજ થયા
વાઘોડિયા બેઠકના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપક શ્રીવાસ્તવ વડોદરાના વોર્ડ નંબર 15ના કાઉન્સિલર વર્તમાન કાઉન્સિલર છે. જોકે ભાજપે આજે જાહેર કરેલી યાદીમાં દિપક શ્રીવાસ્તવની ટિકિટ કપાઇ જતા મધુ શ્રીવાસ્તવ નારાજ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો