સોશિયલ મીડિયા પર સંગ્રામ:ભાજપનો સોશિયલ મીડિયા થકી પ્રચાર; ગુજરાત_વિરોધી_AAP

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાબ્દિક પ્રહારો બાદ ભાજપ-આપ ટ્રેન્ડિંગ પોસ્ટ્સ થકી સામ-સામે
  • વડોદરાના હોદ્દેદારો દ્વારા આપ વિરુદ્ધ આકરા પ્રહાર કરાયા

રાજ્યમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર પ્રસાર શરૂ થયો છે ત્યારે ભાજપે હવે કોંગ્રેસને બાજુ પર મૂકી રાજ્યમાં જોર લગાવી રહેલી આમ આદમી પાર્ટી સામે સોશિયલ મિડીયામાં મોરચો માંડ્યો છે. ભાજપ પ્રદેશ અને શહેરના હોદ્દેદારોએ સોશિયલ મીડિયામાં #ગુજરાત_વિરોધી_AAP ટ્રેન્ડ શરૂ કરી આપ વિરુદ્ધ પ્રચાર શરૂ કર્યો છે.રાજ્યમાં ભાજપ, કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટીએ ચૂંટણી કેમ્પેઈન શરૂ કર્યું છે. શરૂઆતમાં ભાજપે આપને હળવાશમાં લીધી હતી, પરંતુ જે રીતે આમ આદમી પાર્ટીએ રાજ્યના એક પછી એક નાગરિકો અને કર્મચારીઓને સ્પર્શતા મુદ્દા ઉઠાવતાં રાજ્યમાં વર્ષોથી શાસન કરતા ભાજપને દોડતું કરી દીધું છે.

આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે સોશિયલ મીડિયા પર સંગ્રામ શરૂ થયો છે. જેમાં #ગુજરાત_વિરોધી_AAPના હેશટેગ સાથે આપ પર શાબ્દિક પ્રહારો કરાઈ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી દેવુસિંહ ચૌહાણ સહિતના અનેક નેતાઓએ સરદાર સરોવર ડેમના વિરોધીઓ, અર્બન નક્સલ જેવા મુદ્દા ઊંચકી #ગુજરાત_વિરોધી_AAPના હેશટેગ સાથે અનેક નેતા આપ પર શાબ્દિક પ્રહાર કરવા લાગ્યા છે. જેમાં મંત્રી મનીષાબેન વકીલ, વડોદરાનાં સાંસદ રંજનબેન ભટ્ટ, શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ સહિતના નેતા અને હોદ્દેદારો પણ છે.

અન્ય સમાચારો પણ છે...