ચૂંટણી મુદ્દે ઘર્ષણ:દેડિયાપાડાના બોગજ ગામમાં ભાજપ-BTPના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી, સાંસદ મનસુખ વસાવાના સાળા સહિત 3 ઇજાગ્રસ્ત

રાજપીપળાએક મહિનો પહેલા
સાંસદ મનસુખ વસાવાના સાળાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો
  • સાંસદે BTP સામે કાર્યવાહી કરવા પોલીસને રજૂઆત કરી

નર્મદા જિલ્લાના દેડિયાપાડાના બોગજ ગામમાં પંચાયતની ચૂંટણી દરમિયાન ભાજપ અને BTPના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઇ હતી. બોગજ ગામમાં ભાજપના સાંસદ મનસુખ વસાવાની સાસરી છે. આ મારામારીમાં સાંસદ મનસુખ વસાવાનો સાળો ઇજાગ્રસ્ત થયો હતો. જેથી સાંસદ તાત્કાલિક તેમના પત્ની સાથે બોગજ ગામમાં પહોંચી ગયા હતા અને BTPના કાર્યકર્તાએ આ હુમલો કર્યો હોવાનો સાંસદે આક્ષેપ કર્યો હતો. સાંસદ મનસુખ વસાવાએ યોગ્ય પોલીસ કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

બેથી ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા
ભાજપના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, બીટીપીનું ટોળુ ધસી આવ્યું હતું અને તાપણુ કરીને બેઠેલા લોકોને માર માર્યો હતો. બેથી ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં મારો સાળો પણ ઇજાગ્રસ્ત થયો છે. અમારા તરફી ઉમેદવાર જીતે છે એટલે રઘવાયા બનેલા બીટીપીના ચૈતર વસાવાએ આ કૃત્ય કર્યું છે. ભાજપના કાર્યકરો પણ ચૈતર વસાવાથી ડરે છે, ભાજપના સ્થનિક નેતાઓ પણ કોઈ મદદે ના આવ્યા એટલે મારે દોડીને આવવું પડ્યું છે.

સાંસદ તાત્કાલિક તેમના પત્ની સાથે બોગજ ગામમાં પહોંચી ગયા
સાંસદ તાત્કાલિક તેમના પત્ની સાથે બોગજ ગામમાં પહોંચી ગયા

ઉત્સાહ ભેર મતદાન થઇ રહ્યું છે
નર્મદા જિલ્લાની 184 ગ્રામપંચાયતોની ચૂંટણીમાં ગામેગામ ઉત્સાહ ભેર મતદાન થઇ રહ્યું છે. નર્મદાના અતિ સંવેદનશીલ વિસ્તાર એવા સુંદરપુરા ગામમાં લાંબી મતદારોની લાઈન જામી છે. સુંદરપુરા ગામમાં ભાજપના આદિજાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ હર્ષદ વસાવાના પિતરાઇ ભાઈ સરપંચ તરીકે ઉભા છે. જ્યારે સામે કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી હરેશ વસાવાનો પિતરાઇ ભાઇ સરપંચપદના ઉમેદવાર છે. એટલે કોંગ્રેસ ભાજપ સામે સીધી ટક્કર આ ગામમાં છે.

સાંસદ મનસુખ વસાવાએ યોગ્ય પોલીસ કાર્યવાહી કરવા સૂચના આપી
સાંસદ મનસુખ વસાવાએ યોગ્ય પોલીસ કાર્યવાહી કરવા સૂચના આપી

ખરાખરીનો જંગ જામ્યો
1100 મતદારોનું મતદાન સાથે ખરાખરીનો જંગ જામ્યો છે, ત્યારે કોની જીત થશે એતો મતગણતરીના દિવસે ખબર પડશે, પરંતુ, હાલ મતદારો ઉત્સાહ ભેર મતદાન કરી રહ્યા છે. સુંદરપુરા ગામમાં ભાજપના આદિજાતિ પ્રદેશ અધ્યક્ષ હર્ષદ વસાવાએ પોતાના પરિવાર સાથે કર્યું મતદાન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...