તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોબિંગ શરૂ:શિક્ષણ સમિતિના સભ્ય બનવા ભાજપમાં હોડ જામી,1 વોર્ડમાંથી 20થી વધુ દાવેદાર

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા બાદ શિક્ષણ સમિતિમાંથી પણ કોંગ્રેસનો એકડો કાઢી નાખવા પેરવી
  • 14 પૈકી 12ની ચૂંટણી થશે, ગવર્મેન્ટ નોમિની બનવા ગાંધીનગરના ફેરા

પાલિકાની ચૂંટણીમાં ટિકીટ ન મળતાં કપાયેલા લોકોને રાજી રાખવા અવનવા પદ ભાજપમાંથી આપવામાં આવી રહ્યા છે ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સ્થાન મેળવવા માટે ભાજપી કાર્યકરોમાં તીવ્ર સ્પર્ધા શરૂ થઇ છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 15બેઠકો પૈકી 14 બેઠક માટે ભાજપના કાર્યકરો અને આગેવાનોએ લોબિંગ શરૂ કર્યું છે ખાસ કરીને બાર બેઠકની ચૂંટણી પાલિકામાં થશે અને ત્રણ સભ્યોની નિમણુક સરકાર કરશે કે જેમાં 1 સરકારી અધિકારી પણ હોય છે.

પાલિકાના ગત બોર્ડમાં કોંગ્રેસના એક અનેઆરએસપીના એક મળી વિરોધ પક્ષ તરફથી બે સભ્યો શિક્ષણ સમિતિમાં મૂકવામાં આવ્યા હતા અને ભાજપના 10 સભ્યો હતા. જ્યારે રાજ્ય સરકારે ભાજપ માટે બીજા બે સભ્યોની નિમણૂક કરી હતી. અલબત્ત પાલિકાના વર્તમાન બોર્ડમાં કોંગ્રેસના માત્ર સાત કોર્પોરેટરો છે ત્યારે પાલિકાની જેમ શિક્ષણ સમિતિમાં પણ પદ નહીં આપવાની વિચારણા ચાલી રહી છે.

પાલિકામાં કોંગ્રેસને વિરોધ પક્ષનો દરજજો આપવામાં આવ્યો નથી ત્યારે શિક્ષણ સમિતિ માંથી પણ એકડો કાઢી નાખવાની હિલચાલ ભાજપી મોરચે શરૂ થઇ છે.જોકે બીજી તરફ સરકારમાંથી પણ બે નામોમાં સ્થાન મેળવવા માટે ગાંધીનગરના આંટાફેરા પણ શરૂ થઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...