તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી:આજે પોલીટેક્નિક કોલેજ ખાતે પાલિકાના 19 વોર્ડની 76 બેઠકો માટે મત ગણતરી

વડોદરા7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રેસમાં ભાજપ આગળ, 11 પેનલ તૂટવાનો ભય
 • કેમ કે... ઓછું મતદાન, ઉમેદવારોની પસંદગી, કાર્યકરોની નિષ્ક્રિયતા મહત્ત્વનો ભાગ ભજવશે

પાલિકાની 19 વોર્ડની 76 બેઠકોના રવિવારે યોજાયેલા મતદાન બાદ 23 ફેબ્રુઆરીના રોજ સવારે 9 વાગ્યાથી પોલીટેક્નિક કોલેજ ખાતે 3 તબક્કામાં મતગણતરી શરૂ થશે.પોલીટેક્નિક કોલેેજ ખાતે ઈવીએમની સુરક્ષા માટે ત્રિસ્તરીય બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મતગણતરીની શરૂઆત પોસ્ટલ બેલેટ થી કરવામાં આવશે. ત્યારબાદ ઈવીએમના મતની ગણતરી કરવામાં આવશે. સવારે 9.30 વાગ્યાથી ટ્રેન્ડની ખબર પડશે. 2015ની ચૂંટણીમાં 48.71 ટકા મતદાન સામે કોરોનાકાળમાં થયેલી ચૂંટણીમાં 47.84 ટકા મતદાન થતાં 0.87 ટકા ઓછુ થયું છે. જેને લઇને ભાજપ અને કોંગ્રેસના અત્યાર સુધી ચૂંટાતી અાખી પેનલોના ગણિત અા વખતે ગૂંચવાઇ જવાની શકયતા વધુ હોવાનું રાજકીય નિષ્ણાતો માની રહ્યાં છે. જેમાં ઓછુ મતદાન, ઉમેદવારોની પસંદગી, કાર્યકરોની નિષ્ક્રિયતા, જાતિવાદ સહિતના પરિબળો મહત્વનો ભાગ ભજવશે.

ચૂંટણી અધિકારી અને કલેકટર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, પોલિટેકનિક કોલેજ ખાતે કુલ 8 સ્ટ્રોંગ રૂમ છે. મતગણતરી દરમિયાન કુલ 12 ગણતરી રૂમમાં 84 ટેબલ ગોઠવાશે. ત્રિસ્તરીય સુરક્ષામાં હથિયારધારી પોલીસ જવાનોને મુખ્ય ગેટ ઉપર, સ્ટ્રોંગ રૂમની અંદર પેરામિલેટ્રી ફોર્સ અને સ્ટ્રોંગરૂમમાં CCTV લગાવાયા છે. ઉમેદવારોના સમર્થકો, કાર્યકરો તેમજ નગરજનો ચૂંટણીના પરિણામ જોઇ શકે તે માટે ગેટ પાસે LED સ્ક્રીન લગાવવામાં આવ્યો છે.

કયા વોર્ડમાં કયા પક્ષનું વર્ચસ્વ ?

વોર્ડસંભવિત પરિણામ

કયું પરિબળ ભાગ ભજવશે?

13 કોંગ્રેસ, 1 ભાજપ

છાણીના પાટીદાર મતો અને નવાયાર્ડના મુસ્લિમ મતો અસર કરશે

23 ભાજપ, 1 કોંગ્રેસ

ભાજપના કાર્યકરોમાં રોષ કોંગ્રેસના રનિંગ કાઉન્સિલરના પગલે એડવાન્ટેજ રહેશે

3ભાજપ પેનલ

ભાજપનો ગઢ હોવાથી ફાયદો, જોકે પાટીદાર ફેક્ટર મહત્ત્વનું બનશે

43 ભાજપ, 1 કોંગ્રેસ

કોંગ્રેસના રનિંગ કાઉન્સિલરના કારણે કોંગ્રેસને એડવાન્ટેજની શક્યતા

5ભાજપ પેનલ

ભાજપનો ગઢ હોવાથી ફાયદો

63 ભાજપ, 1 કોંગ્રેસ

મુસ્લિમ મતદારો અને ભાજપના આંતરીક ઝઘડાના પગલે કોંગ્રેસને એડવાન્ટેજની શક્યતા

73 ભાજપ, 1 કોંગ્રેસ

કોંગ્રેસના રનિંગ કાઉન્સેલરને કારણે ભાજપ માટે પેનલ લાવવી કપરાં ચઢાણ સમાન

8ભાજપની પેનલ

ભાજપનો ગઢ હોવાથી ફાયદો

9ભાજપની પેનલ

તાજેતરમાં ભાજપમાં જોડાયેલા રાજેશ આયરે ફેક્ટરનો સીધો ફાયદો મળશે

10ભાજપ પેનલ

ભાજપનો ગઢ હોવાથી ફાયદો

11ભાજપ પેનલ

ભાજપનો ગઢ હોવાથી ફાયદો

12ભાજપ પેનલ

ભાજપનો ગઢ હોવાથી ફાયદો

132 ભાજપ, 2 કોંગ્રેસ

એક બેઠક માટે કોંગ્રેસ-ભાજપ વચ્ચે ટક્કર રહેશે. એડવાન્ટેજ કોંગ્રેસને રહેશે

143 ભાજપ, 1 કોંગ્રેસ

મુસ્લિમ મતદારો, સ્થાનિક રહીશોનો વિરોધ અને ભાજપની જૂથબંધીના પગલે કોંગ્રેસને એડવાન્ટેજ રહશે

15ભાજપ પેનલ

ભાજપનો ગઢ હોવાથી ફાયદો

163 કોંગ્રેસ, ‌1 ભાજપ

કોંગ્રેસની પેનલમાં ભંગાણ સર્જાય તેવી શક્યતા છે ભાજપને એડવાન્ટેજ રહેશે

173 ભાજપ, 1 કોંગ્રેસ

સ્થાનિક રહીશોના રોષ તેમજ કંગાળ મતદાનને કારણે કોંગ્રેસ એડવાન્ટેજ રહશે

183 ભાજપ, 1 કોંગ્રેસ

કોંગ્રેસના કાઉન્સિલરનો ગઢ હોવાથી એડવાન્ટેજ રહેશે

193 ભાજપ, 1 કોંગ્રેસ

કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર લડતા હોવાથી કોંગ્રેસને એડવાન્ટેજ રહેશે

2010માં ભાજપને 16 અને 2015માં 12 પેનલ મળી હતી
2010માં પાલિકાની ચૂંટણીમાં ભાજપની 16 પેનલના તમામ ઉમેદવારો જીત્યા હતા. આ ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર એક પેનલના તમામ ઉમેદવારો સાથે જીતી હતી તો વોર્ડ 25માં પણ જનતાદળ યુની પેનલનો વિજય થયો હતો. 2010માં કોંગ્રેસને માત્ર 11 બેઠકો મળી હતી. વર્ષ 2010માં 44.41 % મતદાન થયું હતું. જ્યારે 48% મતદાન વચ્ચે 2015માં ભાજપની 12 પેનલ આવી હતી અને તેના 48 ઉમેદવારો પેનલ થકી જીત્યા હતા. જેમાં વૉર્ડ 2, 3, 5, 6, 8, 10, 11, 12, 14, 15, 17 અને 19નો સમાવેશ થાય છે. જ્યારે કોંગ્રેસની વૉર્ડ 1 અને 16માં પેનલ આવી હતી. આ સિવાય વૉર્ડ 9માં આરએસપીની પેનલ આવી હતી.

1987માં પાલિકાની ચૂંટણી યોજાઈ ત્યારે 77 બેઠક હતી અને તે સમયે કોંગ્રેસ, સાવધાન, ભાજપ ને જનતા પાર્ટી એમ 4 મુખ્ય પક્ષો મેદાનમાં હતા. 44 વર્ષ અગાઉ યોજાયેલી આ ચૂંટણીમાં ભાજપ 68 બેઠક પરથી પડ્યું હતું. આ ચૂંટણીમાં ભાજપ માત્ર 5 બેઠક જીતી શક્યું હતું અને 26 ઉમેદવાર તો એવા હતા કે, જેમને પૂરા 1 હજાર મત પણ મળ્યા નહતા. 1987ની ચૂંટણીમાં યાકુતપુરા એટલે તત્કાલિન વોર્ડ 2માં ગની કુરેશી, બાજવાડા એટલે વોર્ડ 5માં નલીન ભટ્ટ, ઘડિયાળી પોળ એટલે વોર્ડ 6માં ભૂપેન્દ્ર લાખાવાલા, વોર્ડ 21માં મધુ શાહ અને વોર્ડ 26 માં ગોવિંદરાવ ઢોણે ભાજપમાંથી જીત્યા હતા,

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો