સામાન્ય કાર્યકરે હોદ્દેદારને હરાવ્યા:સંખેડા APMCની પેટાચૂંટણીમાં ભાજપના કાર્યકર ભાવેશ પટેલનો વિજય, છોટાઉદેપુર જિલ્લા BJP મહામંત્રી હાર્યા

વડોદરાએક મહિનો પહેલા
ભાજપના નાના કાર્યકર્તા ભાવેશ પટેલ સામે રાજેશ વડેલી હારતા ચર્ચાનો વિષય બની ગ
  • એક ડિરેક્ટરની પેટા ચૂંટણીમાં 98.13% મતદાન થયું હતું

સંખેડા APMCની પેટાચૂંટણીમાં છોટાઉદેપુર જિલ્લા BJP મહામંત્રી રાજેશ વડેલી હાર્યાં છે અને નવા નિશાળીયા એવા ભાવેશ પટેલનો વિજય થયો છે. સંખેડા એપીએમસીની ચૂંટણી ભાજપ સામે ભાજપની જ હતી. ભાજપના નાના કાર્યકર્તા ભાવેશ પટેલ સામે રાજેશ વડેલી હારતા ચર્ચાનો વિષય બની ગયો હતો. ખેડૂત વિભાગમાં ભાવેશ પટેલને 270 મત અને રાજેશ વડેલીને 173 મત મળ્યા હતા. એપીએમસીની ચૂંટણીમાં ભાવેશ પટેલ વિજયી થતાં માર્કેટમાં ફડાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી.

આજે સવારે 9 વાગ્યે મત ગણતરી શરૂ થઇ
સંખેડા એપીએમસીના એક ડિરેક્ટર માટેની શનિવારે યોજાયેલી પેટાચૂંટણીમાં 98.45 ટકા મતદાન થયું હતું. સવારથી જ બહાદરપુર મતદાન મથકે મતદારોની લાંબી કતાર જોવા મળી હતી. જિલ્લા ભાજપ મહામંત્રી રાજેશ પટેલ અને ભાવેશ પટેલ વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. આજે સવારે 9 વાગ્યે મત ગણતરી શરૂ થઇ હતી. ગણતરીના કલાકોમાં જ પરિણામ આવી ગયું હતું.

છોટાઉદેપુર જિલ્લા BJP મહામંત્રી રાજેશ વડેલી હાર્યાં
છોટાઉદેપુર જિલ્લા BJP મહામંત્રી રાજેશ વડેલી હાર્યાં

452 મતદારોમાંથી 445 મતદારોએ મતદાન કર્યું
આ પેટાચૂંટણીમાં જિલ્લા ભાજપ મહામંત્રી રાજેશ પટેલ જે ભાજપનું મોટું માથું આ જિલ્લામાં ગણાય છે અને તેમની સામે પહેલી જ વખત ચૂંટણી ભાવેશ પટેલ લડ્યા હતા. આ બંને ઉમેદવારો વચ્ચે શનિવારે ચૂંટણી યોજાઇ હતી. સવારે 9 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું જે સાંજે 5 સુધી ચાલ્યું હતું. શરૂઆતમાં ધીમી ગતિએ મતદાન ચાલ્યું હતું, પણ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ મતદાનની ગતિ અને ઝડપ વધી ગઈ હતી. વિવિધ મંડળીના મતદારો એકસાથે ભેગા થઈને મતદાન કરવા માટે આવતાં નજરે પડ્યા હતા. મતદારોની લાંબી કતારો પણ પડેલી જોવા મળી હતી. સાંજે 5 વાગ્યે મતદાન પૂર્ણ થયું ત્યાં સુધી કુલ 452 મતદારોમાંથી 445 મતદારોએ મતદાન કર્યું હતું.

એક ડિરેક્ટરની પેટા ચૂંટણીમાં 98.13% મતદાન થયું હતું
એક ડિરેક્ટરની પેટા ચૂંટણીમાં 98.13% મતદાન થયું હતું

ભાવેશ પટેલને 270 મત અને રાજેશ વડેલીને 173 મત મળ્યા
ખેડૂત વિભાગમાં ભાવેશ પટેલને 270 મત અને રાજેશ વડેલીને 173 મત મળ્યા હતા. એપીએમસીની ચૂંટણીમાં ભાવેશ પટેલ વિજયી થતાં માર્કેટમાં આતિષબાજી કરીને જીતની ઉજવણી કરી હતી.

એપીએમસીની ચૂંટણીમાં ભાવેશ પટેલ વિજયી થતાં માર્કેટમાં ફડાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી
એપીએમસીની ચૂંટણીમાં ભાવેશ પટેલ વિજયી થતાં માર્કેટમાં ફડાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી

(અહેવાલઃ સંજય ભાટીયા, સંખેડા)

તમામ ડિરેક્ટરો કાર્યકરની સાથે રહ્યાં
પેટાચૂંટણી ઘણા બધા ચડાવ-ઉતાર સાથે આવી પણ ભાજપ વર્સીસ ભાજપ વચ્ચે જંગ હતો. એમાં ભાજપના એકદમ નાના કાર્યકર ભાવેશકુમારનો વિજય થયો છે. બધા ડિરેકટરો એમની સાથે હતા. સામે જિલ્લાના દિગ્ગજ નેતા જે જિલ્લાના મહામંત્રી છે. એમનો કારમો પરાજય થયો છે. -ખુમાનસિંહ રાજપૂત, ડિરેકટર, સંખેડા એપીએમસી

​​​​​​​રાજેશ વડેલીની સંખેડા એપીએમસીની ચૂંટણીમાં સળંગ બીજી વખત હાર થઈ
સંખેડા એપીએમસી નવીન બની તે વખતે સરકાર નિયુક્ત બોર્ડમાં રાજેશ વડેલી ચેરમેન બન્યા હતા. પણ જેવી આ બોર્ડની મુદત પૂરી થઈ અને નિયમિત ચૂંટણી યોજાઈ. તેમાં રાજેશ વડેલી હાર્યા હતા. જે બાદ આ પેટા ચૂંટણીમાં પણ હાર્યા હતા. સળંગ બીજી વખત તેઓ હાર્યા હતા.

તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી વખતે રાજેશ વડેલી ગ્રૂપનો હાથ ઉપર હતો, હવે પનો ટૂંકો પડ્યો
ફેબ્રુઆરી મહિનામાં યોજાયેલી તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સંખેડા તાલુકામાં ઉમેદવારોની પસંદગીથી લઇ મેન્ડેટ આપવા અને એ બાદ પ્રમુખ,ઉપપ્રમુખ અને અન્ય સમિતિની રચનામાં પણ રાજેશ વડેલી ગ્રુપનો હાથ ઉંચો રહ્યો હતો.જોકે જ્યારે તેઓ પોતે ચૂંટણી લડ્યા ત્યારે જીતવામાં તેમનો જ પનો ટૂંકો પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...