તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રતિબંધ:સુરસાગર બહાર પક્ષીઓને ચણ નાખવા પર પ્રતિબંધ મૂકાયો

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરસાગરની આસપાસ પક્ષીઓ માટે ચણ નાખતા લોકોને રોકાયા હતા જેથી લોકો અને સિક્યુરિટી વચ્ચે શાબ્દીક તડાફડી થઈ હતી.સુરસાગર તળાવ ફરતે લોકો પક્ષીઓ માટે ચણ નાખતા હોય છે પરંતુ તેના કારણે શિવજીની પ્રતિમા અને આસપાસ પક્ષીઓ ચરકતા ગંદકી ફેલાતી હોય છે. પરિણામે તંત્ર દ્વારા સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરી ચણ નાખવા પર પ્રતિબંધ મુકાયો છે. સુરસાગર તળાવ કિનારે ફરતે તેમજ ભગવાન શિવજીની પ્રતિમા ઉપર પક્ષીઓ ચરકતા ગંદકી થતી હોય છે. જેથી આ ભાગમાં ગંદકી ના થાય અને સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુસર પાલિકા દ્વારા સુરસાગર તળાવ કિનારે ફરતે સિક્યુરિટી તૈનાત કરી દેવાઈ છે. આ નિર્ણયથી અજાણ કેટલાક નાગરિકો ત્યાં ચણ નાંખવા માટે આવ્યા ત્યારે તેમને સિક્યુરિટીના જવાનોએ અટકાવતા બોલાચાલી થઈ હતી.અત્રે નોંધનીય છે કે, સુરસાગર તળાવનું બ્યુટીફીકેશન કર્યા બાદ શિવજીની પ્રતિમા સોને મઢવા જઈ રહી છે ત્યારે સ્વચ્છતાના ભાગરૂપે આ નિર્ણય કરાયો છે અને તેના અમલમાં કડકાઈ રાખવાની પણ ટકોર કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...