તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વડોદરા:પક્ષી પ્રેમી તસવીરકારે રતન મહાલની બર્ડ ફોટોગ્રાફીને આધારે પક્ષી દર્શન પુસ્તિકા તૈયાર કરી, વન્ય જીવ વિભાગે પ્રકાશન કર્યું

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડો. રાહુલ ભાગવત કહે છે કે, રતન મહાલમાં 205 કરતાં પણ વધુ પ્રકારના રંગ બેરંગી પાંખવાળા દેવદૂતો જોવા મળે છે

વડોદરાથી અંદાજે 140 કિ.મી.ના અંતરે દાહોદ જિલ્લામાં રતન મહાલ વન્ય જીવ અભયારણ્ય આવેલું છે, જે રીંછ માટે જાણીતુ છે. પણ બહુ ઓછા લોકો જાણે છે, કે આ અભયારણ્ય ભાત ભાતના રંગબેરંગી પક્ષીઓનું પણ મનગમતું આશ્રય સ્થાન છે. વડોદરાના બર્ડ ફોટોગ્રાફર ડો. રાહુલ ભાગવત કેમેરો લઈને આ અભયારણ્યના ખૂણે ખૂણે ફરી વળ્યા છે અને ખુબ જહેમત ઉઠાવીને અહીંના પક્ષીઓને કેમેરાની આંખે કચકડે મઢી લીધાં છે. ડો. રાહુલની આ જહેમત વન વિભાગને ગમી જતાં તેમના ફોટોગ્રાફ્સને આધારે રતન મહાલ વન્ય જીવ અભયારણ્ય પક્ષી માર્ગદર્શિકા બનાવવામાં આવી છે. 

દેશના જાણીતા પક્ષી અને વન્ય જીવ તીર્થોમાં સાહસ અને ધીરજ સાથે ફોટોગ્રાફી કરી છે
વડોદરા વન્ય જીવ વિભાગના ઉપક્રમે પરિસરિય પ્રવાસન વિકાસ સમિતિ, નળધા દ્વારા એનું પ્રકાશન કરવામાં આવ્યું છે, જે હાલમાં રતન મહાલ રીંછ અભયારણ્યની કચેરીમાં ઉપલબ્ધ છે. ડો. રાહુલે પક્ષી અને વન્ય જીવ છબીકલામાં ઘણું ઊંડું ખેડાણ કર્યું છે અને દેશના જાણીતા પક્ષી અને વન્ય જીવ તીર્થોમાં સાહસ અને ધીરજ સાથે ફોટોગ્રાફી કરી છે. આ પુસ્તક તેમની જહેમતને રજૂ કરતું પ્રથમ પ્રકાશન છે, જે રતન મહાલ અને તેના પક્ષી વારસાને હાર્દમાં રાખીને બનાવવામાં આવ્યું છે.

રતન મહાલ અભયારણ્યમાં અંદાજે દેશી-વિદેશી 205થી વધુ પ્રકારના પક્ષીઓ જોવા મળે છે
ડો. રાહુલના અંદાજ પ્રમાણે રતન મહાલ અભયારણ્યમાં અંદાજે દેશી-વિદેશી 205થી વધુ પ્રકારના પક્ષીઓ, કેટલાક બારે માસ અને કેટલાક અનુકૂળ મોસમમાં જોવા મળે છે. આમ તો અહીં બારેમાસ બર્ડ વૉચિંગ કરી શકાય, પરંતુ, શિયાળો અને ચોમાસા પહેલા ઉતરતો ઉનાળો પક્ષી દર્શન માટે વધુ અનુકૂળ ગણાય એવું એમનું કહેવું છે. ચોમાસામાં અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ રહે છે. હાલમાં વન વિભાગે તેના એક ભાગને વિશેષ બર્ડિંગ ઝોન જાહેર કર્યો એને તેઓ એક સારું કદમ ગણાવે છે.

રતન મહાલમાં પિપરિયા નર્સરી વિસ્તારમાં પક્ષીઓ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે: ડો. ધવલ ગઢવી
વડોદરા વન્ય જીવ વિભાગના નાયબ વન સંરક્ષક ડો. ધવલ ગઢવી, ડો.રાહુલ ભાગવતની બર્ડ ફોટોગ્રાફી માટેની જહેમતને બિરદાવતાં જણાવે છે કે, રતન મહાલ અભયારણ્યના પિપરિયા નર્સરી વિસ્તારમાં પક્ષીઓ વધુ જોવા મળતા હોવાનું જણાયું હતું. તેના અનુસંધાને આ વિસ્તારમાં ફળાઉ ઝાડના ઉછેર અને પાણીની વ્યવસ્થા કરવાના સારા પરિણામ મળ્યા છે. હાલમાં આ વિસ્તારને બર્ડિંગ ઝોન ગણાવી શકાય એટલા પ્રમાણમાં પક્ષીઓની વસ્તી અને વિવિધતા જોવા મળે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે પરિવાર સાથે કોઇ ધાર્મિક સ્થળ પર જવાનો પ્રોગ્રામ બની શકે છે. સાથે જ આરામમાં સમય પસાર થશે. બાળકોને કોઇ ઉપલબ્ધિ મળવાથી ઘરનું વાતાવરણ સારું જળવાશે. નેગેટિવઃ- આળસના કારણે થોડા કામ અધૂરા રહ...

વધુ વાંચો