કામગીરી:વડોદરામાં ડાયાલિસિસ પર રહેલા વૃદ્ધાનું આધારકાર્ડ અપડેટ કરવા માટે એમ્બ્યુલન્સમાં જ બાયોમેટ્રિક કરવામાં આવ્યું

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
અધિકારી જરૂરી સાધન સામગ્રી સાથે એમ્બ્યુલન્સ પાસે પહોંચી ગયા હતા - Divya Bhaskar
અધિકારી જરૂરી સાધન સામગ્રી સાથે એમ્બ્યુલન્સ પાસે પહોંચી ગયા હતા
  • અગાઉ એક જૈન સાધ્વીનું બાયોમેટ્રીક પણ તેઓના સ્થળે જઇને કરવામાં આવ્યું હતું
  • નિયમ મુજબ ચાર વખત વિવિધ ટેકનીક દ્વારા બાયોમેટ્રિક માટે પ્રયત્નો કરવામાં આવે છે

વડોદરા મહાનગર સેવા સદનની રાવપુરા વિસ્તારમાં આવેલ વસ્તી ગણતરીની કચેરી દ્વારા મલ્ટીપલ બિમારીથી પિડીત વૃધ્ધાના આધાર કાર્ડ અપડેટ માટે એમ્બ્યુલન્સમાં બાયોમેટ્રીક કરવામાં આવ્યું હતું. વૃધ્ધા હાલ ડાયાલિસસ ઉપર છે. ત્યારે તેઓને પ્રધાનમંત્રી અમૃતમ કાર્ડ માટે આધાર કાર્ડ અપડેટ કરાવવું જરૂરી હોય છે. કોર્પોરેશનની કચેરીના અધિકારી ખૂદ એમ્બ્યુલન્સ પાસે જઇને વૃધ્ધાનું બાયોમેટ્રીક કરવા આવતા વૃધ્ધા અને પરિવારજનોએ રાહત અનુભવી હતી.

વૃધ્ધાનું એમ્બ્યુલન્સ પાસે જઇને બાયોમેટ્રીક કર્યું
સરકારી ઓફિસોમાં કોઇ કામ થતાં નથી. સરકારી ઓફિસોમાં એજન્ટોનું રાજ ચાલે છે. રેશન કાર્ડ, આધાર કાર્ડ, આવકનો દાખલો જેવા વિવિધ કામ એજન્ટો વગર થઇ શકતા નથી. એવી માન્યતાઓ લોકોમાં ચર્ચામાં હોય છે. ત્યારે વડોદરા મહાનગર સેવા સદનની રાવપુરા નવરંગ ટોકીઝ રોડ ઉપર આવેલી સેન્સસ વસ્તી ગણતરીની કચેરીના અધિકારી શ્રમિક જોષી લોકોની માન્યતાઓને ધરાર ખોટી સાબિત કરી રહ્યા છે. તેઓ પોતાની કચેરી છોડીને બાયોમેટ્રીક માટે એમ્બ્યુલન્સમાં આવેલા વૃધ્ધાનું એમ્બ્યુલન્સ પાસે જઇને બાયોમેટ્રીક કર્યું હતું.

અધિકારીએ જાતે જઈને બાયોમેટ્રિક લેવાનું શરૂ કર્યું હતું
અધિકારીએ જાતે જઈને બાયોમેટ્રિક લેવાનું શરૂ કર્યું હતું

આધાર કાર્ડ અપડેટ કરવા માટે બાયોમેટ્રીક જરૂરી હોય છે
શહેરમાં રહેતા 76 વર્ષિય વૃધ્ધા અનેક વિધ રોગના દર્દી છે. તેઓનું હાલ ડાયાલિસિસ પણ ચાલી રહ્યું છે. તેઓનું ડાયાલિસિસ પ્રધાન મંત્રી અમૃતમ કાર્ડ દ્વારા થાય છે. આ કાર્ડ કાર્યરત રહે તે માટે તેઓનું આધાર કાર્ડ અપડેટ કરવું જરૂરી હોય છે. આધાર કાર્ડ અપડેટ કરવા માટે બાયોમેટ્રીક પણ જરૂરી હોય છે. આથી વૃધ્ધાનો પુત્ર પોતાની માતાના આધાર કાર્ડ અપડેટ માટે બાયોમેટ્રીક જરૂરી હોવાથી માતાને એમ્બ્યુલન્સમાં રાવપુરા સેન્સસ વસ્તી ગણતરીની કચેરી ખાતે લઇ આવ્યો હતો.

અધિકારીઓ તરત બાયોમેટ્રિક માટે એમ્બ્યુલન્સ પાસે પહોંચ્યા
બાયોમેટ્રીક માટે માતાને એમ્બ્યુલન્સમાં રાવપુરા સેન્સસ વસ્તી ગણતરીની કચેરીમાં લઇ આવનાર પુત્રએ કચેરીના સંબધિત અધિકારી શ્રમીક જોષીનો સંપર્ક સાધ્યો હતો. અને બાયોમેટ્રીક માટે માતાને એમ્બ્યુલન્સમાં લાવ્યો હોવાનું જણાવતા તુરતજ અધિકારી જરૂરી સાધન સામગ્રી સાથે એમ્બ્યુલન્સ પાસે પહોંચી ગયા હતા.વૃધ્ધાનું એમ્બ્યુલન્સમાંજ બાયોમેટ્રીક કર્યું હતું.

દીકરો વૃદ્ધ માતાને એમ્બ્યુલન્સમાં લઈને આવ્યો હતો
દીકરો વૃદ્ધ માતાને એમ્બ્યુલન્સમાં લઈને આવ્યો હતો

વૃધ્ધાનું ત્રણ પ્રયત્નમાંજ બાયોમેટ્રીક થઇ ગયું
સેન્સસ વસ્તી ગણતરી કચેરીના અધિકારી શ્રમીક જોષીએ જણાવ્યું હતું કે, સીનિયર સીટીજન વ્યક્તિના બાયોમેટ્રીક માટે કચેરી દ્વારા તેઓના ઘરે જઇને બાયોમેટ્રીક કરવાનું આયોજન છે. પરંતુ, વૃધ્ધ માતાને પુત્ર એમ્બ્યુલન્સમાં લઇને આવ્યો હોવાથી એમ્બ્યુલન્સમાંજ બાયોમેટ્રીક કરવામાં આવ્યું હતું. અગાઉ એક જૈન સાધ્વીનું બાયોમેટ્રીક પણ તેઓના સ્થળે જઇને કરવામાં આવ્યું હતું. જે લોકોના બાયોમેટ્રીક ઉંમરના કારણે થઇ શકતા નથી તેઓના નિયમ મુજબ ચાર વખત વિવિધ ટેકનીક દ્વારા પ્રયત્નો કરવામાં આવે છે. જેમાં વેસેલિન જેવા પ્રવાહી સહિત અન્ય ચિજવસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. એમ્બ્યુલન્સમાં બાયોમેટ્રીક કરાવવા માટે આવેલા 76 વર્ષિય વૃધ્ધાનું ત્રણ પ્રયત્નમાંજ બાયોમેટ્રીક થઇ ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...