નિયમમાં ફેરફાર:હવે બાયોબબલમાં હોટલના 1 રૂમમાં 2 ક્રિકેટર રહી શકશે, કૂચ બિહાર ટ્રોફી સ્પર્ધા માટે BCCIની નવી સૂચના જારી

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દરેક એસોસિયેશનનો હોટલનો ખર્ચ હવે અડધો થઇ જશે

વડોદરામાં આગામી 29મી નવેમ્બરથી રમાનાર કૂચ બિહાર અંડર-19 ટ્રોફીની મેચો રમાશે પણ આ વખતે બીસીસીઆઈએ નિયમમાં ફેરફાર કરતાં હોટલની એક રૂમમાં બે ખેલાડીઓ રહી શકશે. સ્પર્ધામાં ભાગ લેવા માટે દેશની છ ટીમો રવિવારે રાત્રે વડોદરા આવી હતી .બીસીએના સૂત્રોએ જણાવ્યું હતું કે ‘ કોરોનાના કારણે વિવિધ મેચ દરમિયાન બીસીસીઆઈની મેચો દરમિયાન બાયોબબલ વેળા હોટલમાં એક રૂમમાં એક ખેલાડી જ રહી શકતો હતો પણ કોરોનાના કેસો ઘટતાં એક રૂમમાં બે ખેલાડીઓને રહેવાની છૂટ અપાઇ છે. જેથી વિવિધ એસોસીયેશન ટીમ પાછળ રહેવાનો કરાતો ખર્ચ અડધો થઇ જશે.

અગાઉ દરેક ટીમોએ હોટલમાં 26-27 રૂમ લેવાં પડતાં હતા પણ નવી સુચનાને લીધે ટીમોએ 15-16 રૂમ લેવા પડશે. બે વર્ષ પહેલાં વડોદરાની અંડર-19 ટીમે ફાઈનલમાં વિદર્ભ ટીમને પરાજય આપીને કૂચ બિહાર ટ્રોફી જીતી લીધી હતી. આ વખતે વડોદરાની ટીમ એલીટ ઇ ગ્રુપમાં છે.જેમાં વડોદરા, મુંબઇ, કર્ણાટક, હરિયાણા, પોંડિચરી અને જમ્મુ-કાશ્મીર ટીમનો સમાવેશ થાય છે. વડોદરા ટીમે ચેમ્પિયનશી જાળવી રાખવા કમર કસવી પડશે. જો કે વડોદરાની ટીમ મજબૂત ટીમો પૈકીની હોવાથી અન્ય ટીમો સાથે જોરદાર ટક્કરની શકયતા છે.

અન્ય સમાચારો પણ છે...