વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં બાઇક પર આવેલા શખસોએ દીકરા સાથે ટુ-વ્હીલર પર જઇ રહેલા વિધવા મહિલાના ગળામાંથી સોનાની ચેઇન તોડી ફરાર થઇ ગયાની ફરિયાદ નોંધાઇ છે.
8 ગ્રામ વજનની ચેઇન ઝૂંટવી ફરાર
ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાના તરસાલી બાયપાસ રોડ પર આવેલી ધનલક્ષ્મી સોસાયટીમાં રહેતા વિધવા દક્ષાબેન સંતોષકુમાર રાવલ વેસ્ટર્ન રેલવેમાં સિનીયર ટેક્નિશિયન તરીકે નોકરી કરતા પુત્ર વિવેક સાથે રહે છે. તેઓ ગઇકાલે બપોરે 11 વાગ્યે પુત્ર વિવેક સાથે ટુ-વ્હીલર પર પસ્તી આપવા માટે નજીકમાં આવેલી ભંગારવાળાની દુકાને ગયા હતા. જ્યાંરથી પરત ફરતા હતા ત્યારે રવિ પાર્કથી આગળ દરગાહ પાસે ચાલુ ટુ-વ્હિલર પર પાછળથી એક બાઇક પર સવાર બે શખસમાંથી એકે દક્ષાબેનને બરડાના ભાગે થપાટ મારી હતી અને આ સાથે જ તેમના ગળામાંથી સોનાની 8 ગ્રામ વજનની ચેઇન ઝૂંટવી ફરાર થઇ ગયા હતા.
મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
વિધવા દક્ષાબેને નોંધાવેલી પોલીસ ફરિયાદ અનુસાર ચેઇન સ્નેચિંગ કરનાર શખ્સો કાળા રંગની પલ્સર બાઇક પર આવ્યા હતા. જેમાંથી ચાલકે સફેદ રંગનું માસ્ક પહેર્યું હતું અને પાછળ બેઠેલા શખસે ટોપી તેમજ કાળું જેકેટ પહેર્યું હતું. આ મામલે મકરપુરા પોલીસે કેસ દાખલ કરી તપાસ હાથધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.