તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ કરૂણાંતિકા:નંદેસરી બ્રિજ પર દોરાથી ગળુ કપાઇ જતાં બાઇકચાલકનું મોત, ભીલાપુરનો યુવક પારેજમાં રહેતી બહનેના ઘરે જતો હતો

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પતંગની દોરીથી ગળું કપાતા 19 વર્ષીય દીપક વાલજીભાઇ રબારીનું મોત. - Divya Bhaskar
પતંગની દોરીથી ગળું કપાતા 19 વર્ષીય દીપક વાલજીભાઇ રબારીનું મોત.

પેટલાદ નજીક પારેજ ગામે પોતાની બહેનને ત્યાં ઉતરાયણ કરવા જઈ રહેલા ભાઈ માટે પતંગની દોરી કાળ બનીને આવી હતી. નંદેસરી બ્રિજ પરથી પસાર થતી વેળાએ પતંગની દોરીના કારણે યુવકનો ગળું ચીરાઇ જતા તેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતી જો કે સારવાર મળે તે પહેલા તેનું મોત નીપજ્યું હતું

ડભોઇ તાલુકાના ભીલાપુર ગામમાં વાલજી રબારી રહે છે. તેઓ ખેતી અને પશુપાલન કરી પોતાનું જીવન ગુજારે છે. ગુરુવારે ઉતરાયણ હોવાથી તેમનો એકનો એક 20 વર્ષનો પુત્ર દિપક રબારી પેટલાદના પારજ ગામે રહેતી તેની મોટી બહેનને ત્યાં બાઈક લઈ જઈ રહ્યો હતો. તે સમયે નંદેશરી બ્રિજ પરથી પસાર થતી વેળાએ પતંગની દોરી વચ્ચે આવી જતા તેનું ગળું ચીરાઈ હતું. ગળું ચિરાઈ જતા દિપક બાઈક સાથે રોડ પર પટકાયો હતો. પતંગની દોરીના કારણે ગળું ચિરાઈ જતા તેની નજીક લોહીના ખાબોચિયા જોવા મળ્યા હતા. નંદેશરી બ્રિજ પરથી પસાર થતા લોકોએ આ બનાવ નજરે જોતા તેઓએ તાત્કાલિક દીપકને વાસદની સરકારી હોસ્પિટલમાં ખસેડયો હતો. જેને ત્યાં હાજર તબીબોએ મૃત જાહેર કર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser