દુર્ઘટના:મહી બ્રિજ પર રોંગ સાઇડમાં જતા બાઇક ચાલકનું અકસ્માતમાં મોત

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અકસ્માતના 2 બનાવોમાં 2 વ્યક્તિનાં મોત
  • શેરખી પાસે જતા દંપતી પૈકી પતિ મોતને ભેટ્યા

ફાજલપુર પાસે મહીસાગર નદીના પુલ પર તેમજ શેરખી ગામ નજીક અકસ્માતના 2 બનાવમાં 2 વ્યક્તિનાં મોત નિપજ્યાં હતાં. આ બનાવ અંગે નંદેસરી અને તાલુકા પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રથમ બનાવમાં ફાજલપુર પાસે રહેતા મેહુલ પરમાર બાઈક લઈ 13 તારીખના રોજ વડોદરાથી વાસદ તરફ જતા હતા. દરમિયાન રોંગ સાઈડ સામેથી આવી રહેલા બાઈક સવાર સાથે ફાજલપુર બ્રિજ પર અકસ્માત થયો હતો. જેમાં રોંગ સાઇડમાં આવી રહેલા બાઇક સવાર સામંતસિંહ ગોહિલને ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેને પગલે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે નંદેસરી પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

જ્યારે અન્ય બનાવમાં શેરખી ગામ ખાતે રહેતા 48 વર્ષીય પૂજાભાઈ ગોહિલ તેમની પત્ની સાથે તારીખ 13 મેના રોજ બાઇક પર જઈ રહ્યા હતા. દરમિયાન શેરખી ગામની કાળી તલાવડી પાસે બપોરે 2-30 વાગ્યાના અરસામાં તેમણે બાઇક પરથી કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલા અકસ્માતમાં પૂજાભાઈનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે તાલુકા પોલીસ દ્વારા તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...